GUJARAT

નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન લાદવા અંગે શું કરી મોટી જાહેરાત ? રાજ્યોને લોકડાઉન લાદવા મુદ્દે શું આપી સલાહ ?

 706 Total Views

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની પહેલી કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાની જાહેરાત કરી ત્યારે એવી અટકળો તેજ બની હતી કે, મોદી લોકડાઉન અંગે કોઈ મોટી જાહેરાત કરશે. મોદીએ લોકડાઉનની કોઈ જાહેરાત નહોતી કરી. બલ્કે મોદીએ કહ્યું હતું કે, આજે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. તેમણે રાજ્યોને પણ અનુરોધ કર્યો કે, લોકડાઉનનો ઉપયોગ અંતિમ શસ્ત્ર તરીકે કરે અને કોઈ વિકલ્પ ના બચે ત્યારે જ લોકડાઉન લાદે. એ સિવાય લોકડાઉન લાદવાનો વિચાર પણ ન કરે. મોદીએ સ્પષ્ટ રીતે દેશમાં લોકડાઉન નહીં લદાય એ સ્પષ્ટ કરી દીધું હતું.

મોદીએ લોકડાઉન લાદવાનો ઉલ્લેખ કર્યો હતો પણ લોકડાઉન લદાશે એવી કોઈ જાહેરાત નહોતી કરી. તેમણે કહ્યું કે, દેશમાં યુવા વર્ગ નાની નાની ટોળીઓ બનાવીને જો કોરોના પ્રોટોકલનું પાલન કરાવશે તો કોઈ પણ પ્રકારનાં નિયંત્રણોની જરૂર નહીં પડે, કરફ્યુ લાગવો નહી પડે ને લોકડાઉનનો તો સવાલ જ પેદા થતો નથી.

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોરોનાના કારણે થતાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે મોદી થોડા દિવસોના લોકડાઉનની જાહેરાત કરશે એવી અટકળો ચાલી હતી. નરેન્દ્ર મોદીએ આ અટકળોને ખોટી પાડી હતી અને લોકડાઉન લાદવાની કોઈ જાહેરાત કરી નહોતી.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના કારણે બગડતી જતી સ્થિતિ વચ્ચે મંગળવારે રાત્રે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરતાં કહ્યું કે, કોરોના વિરૂધ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે સૌ મજબૂતાઈથી આ લડાઈ લડે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની પહેલી કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.

Leave a Reply

Your email address will not be published.