India

બિહાર વિધાનસભા માટે ત્રીજી નવેમ્બરે એટલે કે આજે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે.

 451 Total Views

બિહાર વિધાનસભા (Bihar Vidhansabha)માટે ત્રીજી નવેમ્બરે એટલે કે આજે બીજા તબક્કાની ચૂંટણી (Election) માટે મતદાન ચાલુ છે. બિહારના 17 જિલ્લાઓમાં પ્રસરેલી 94 બેઠકો માટે આજે બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યના 2.85 કરોડ મતદાતા આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav)સહિત 1463 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. કોરોના કેરમાં તકેદારીની નવી વ્યવસ્થાઓ વચ્ચે પહેલીવાર 11 કલાક સુધી મતદાન યોજાશે. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઇ ગયું છે સાંજના છ સુધી ચાલશે. બિહાર વિધાનસભા અને પેટા ચૂંટણીના તમામ અપડેટસ માટે અહીં જોડાયેલા રહો

બિહાર વિધાનસાભના બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. આ બધાની વચ્ચે સીએમ નીતીશકુમારે ટ્વીટ કરીને કહ્યું કે 15 વર્ષથી સતત કામ કરતા આવી રહ્યા છે ત્યારે બિહાર આગળ વધ્યું છે.
મધ્યપ્રદેશ: ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પેટાચૂંટણી માટે મતદાન કર્યું

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનામાં મતદાન કર્યું. વોટિંગ કર્યા બાદ નીતીશે વિક્ટ્રી સાઇન દેખાડ્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી
સવારે 9 વાગ્યા સુધીમાં પૂર્વ ચંપારણમાં 7.36%, શિવહરમાં 9%, દરભંગામાં 5.79%, મુઝફ્ફરપુરમાં 9%, સમસ્તીપુરમાં 9.38%, ભાગલપુરમાં 7.69%, નાલંદામાં 9.61% અને પટનામાં 9.52% મતદાન થયું.
બેતિયા વિધાનસભાના બૂથ નંબર 131 અને 132 પર સવારે 8 વાગ્યા સુધીમાં એક પણ મતાદાતાએ મતદાન કર્યું નથી. અહીં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
ભાજપના ઉમેદવાર ઇમરતી દેવીએ મતદાન કર્યું

બિહારમાં બીજા તબક્કામાં વોટિંગની સુસ્ત શરૂઆત, પટનામાં 8 વાગ્યા સુધીમાં 4% મતદાન
બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પોતાનો મત આપ્યો. તેમણે પટનાના રાજેન્દ્ર નગરમાં આવેલા બૂથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પોતાનો મત આપ્યો. ચિરાગે રાઘોપુર વિધાનસભાના બુથ નંબર 24 પર પોતાનો મત આપ્યો હતો
PM મોદીએ પેટાચૂંટણી અને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાતાઓને મોટી સંખ્યામાં વોટિંગ કરવા માટે અપીલ કરી

બિહાર વિધાનસભા ચૂંટણી સહિત 10 રાજ્યોની પેટાચૂંટણી માટે મતદાન શરૂ

દેશના 10 રાજ્યોની 54 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી (Bypolls-2020) માટે આજે મતદાન શરૂ. તેમાં મધ્યપ્રદેશની વિધાનસભા સીટો (MP Bypolls 2020) પણ સામેલ છે જ્યાં શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) ની સરકારનું ભવિષ્ય નક્કી થવાનું છે. એમપીમાં ભાજપનો કોંગ્રેસ સામે મુકાબલો છે. આ સિવાય યુપીની સાત વિધાનસભા સીટો પર પણ પેટાચૂંટણી (UP Bypolls 2020) છે. યોગી સરકાર માટે પણ આ પેટાચૂંટણી એક લિટમસ ટેસ્ટની જેમ છે. પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે મતદાન યોજાશે.
– બિહારમાં કયા પક્ષના કેટલા ઉમેદવારો મેદાનમાં

બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન ભાજપ 45 બેઠકો પર ઉમેદવારી કરી રહ્યું છે ત્યારે જેડી(યુ)એ 43 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. આરજેડીના 56 ઉમેદવારો મેદાનમાં છે તો કોંગ્રેસે 24, સીપીઆઈએ 4, સીપીએમએ 4, લોકજનશક્તિ પાર્ટીએ 52, બીએસપીએ 33, એનસીપીએ 28 તથા આરએલએસપીએ 36 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

Leave a Reply

Your email address will not be published.