687 Total Views
નડીયાદ- કોરોનાનુ સંક્રમણનો રાફડો ફાટ્યો છે. ત્યારે સાવચેતી એજ સલામતીના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા અને ૬૦ વર્ષની વધુ વય ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં રસીકરણની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે.
નડિયાદ ખાતે મેથોડિસ્ટ ચર્ચ,ઓવરબ્રીજ પાસે રસીકરણ બાદ અન્ય લોકોએ પણ વેક્સિન લેવી જોઇએ તેમ જણાવ્યું હતુ. તેઓએ લોકોને સંદેશો આપતા જણાવ્યુ હતું કે, રસી લીધા બાદ કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી તેમજ વેક્સિનનો કોઇ ચાર્જ નથી.