International

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દીકરી ઇવાન્કાને લઇ આપ્યું ચોંકાવનારું નિવેદન

 414 Total Views

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ન્યૂ હૈમ્પશાયરમાં સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, મને નથી લાગતું કે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવાના લાયક છે. મને એવું લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પને અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બનાવવી જોઈએ. ટ્રમ્પ તુલના તો વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવારની કરી રહ્યા હતા પરંતુ સીધા રાષ્ટ્રપતિ પર આવી ગયા. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટી માત્ર અમેરિકન લોકોને સપના દેખાડી શકે છે એ ક્યારેય પુરા નહીં થઈ શકે.

કમલા પર ફરી નિશાન સાધ્યું

ટ્રમ્પે કમલા હેરિસની યોગ્યતા અંગે સીધા સવાલ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, એ તો રાષ્ટ્રપતિ બનવાની રેસમાં હતા પણ હવે ઉપરાષ્ટ્રપતિ બનવાના પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા આ પદ માટે વધુ સારી ઉમેદવાર છે. હું એવું પણ કહીશ કે ઈવાન્કા જ અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને. આ રોલ માટે તે સૌથી વધુ યોગ્ય ઉમેદવાર છે. હવે તો લોકો પણ કહેવા લાગ્યા છે કે તે ઈવાન્કાને આ મહત્વપૂર્ણ પદો પર જોવા માંગે છે. જેમાં કમલાની કોઈ ભૂલ નથી.

જીતનો વિશ્વાસ

ન્યૂ હૈમ્પશાયરની રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, હું વચન આપું છું કે આપણે આ ચૂંટણી જીતીશું અને અમેરિકાને પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબૂત બનાવીશું. અમારી નીતિઓ પર સવાલ ઉઠાવનારા લોકો કદાચ અત્યાર સુધી તેને સમજી જ શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published.