GUJARAT

રાજપીપળા માં વેપારીઓ કોરોના નો નેગેટીવ રિપોર્ટ નહિ હોય તો ધંધો નહિ કરી શકે ની જાહેરાય બાદ તંત્ર એ ફેરવી તોડ્યું

 332 Total Views

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેરમાં તંત્ર દ્વારા ફરતી કરાયેલી એક પ્રચાર રીક્ષા માં કરાયેલી જાહેરાત મુજબ દરેક લારી,ગલ્લા, દુકાનો માં ધંધો કરતા વેપારીઓ કે 45 થી વધુ ઉંમરના વેપારીઓ એ કોવિડ ટેસ્ટ અને રસીકરણ ફરજીયાત કરાવવાનો રહેશે જેમાં જે વેપારીઓ પાસે કોરોના નો નેગેટીવ રિપોર્ટ અવ્યાનુ સર્ટી હશે અને રસી લીધી હોવાના પુરાવા હશે તે જ વેપારીઓ ધંધો કરી શકશે બાકીના વેપારીઓ ધંધો નહિ કરી શકે તેવી રિક્ષામાં જાહેરાત થતાંજ રાજપીપળા બજાર ના ઘણા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ મીડિયા એ આ બાબતની નોંધ લેતાજ તંત્ર એ ફેરવી તોડ્યું હતું.અને રેકોર્ડિંગ માં ભૂલ થઈ હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.