India

સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના અનેક ખેડૂત સંગઠન નવા ખેડૂત બિલને લઇને ધરણા આપી રહ્યા છે.

 1,276 Total Views

કૃષિ કાયદાઓ (farmers Bill 2020)ની વિરુદ્ધ દિલ્હી (Delhi)ની સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતો (Farmers)ને હવે 2 અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે. ઠંડીમાં પણ ખેડૂતો પ્રદર્શન (Farmers Protest) કરી રહ્યા છે, પરંતુ આ ધરણાથી સામાન્ય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. હવે આ મુશ્કેલીઓની જોતા સંયુક્ત કિસાન મોરચાએ માફી માંગી છે. તેમણે સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલીઓ માટે દુ:ખ વ્યક્ત કર્યું છે. જો કે એ ભરોસો પણ આપ્યો છે કે જો કોઈ દર્દી અથવા જરૂરિયાતમંદને કોઈ મુશ્કેલી થશે, તો તરત અમારો સંપર્ક કરો.

અમે ખેડૂતો છીએ, લોકો અમને અન્નદાતા કહે છે

ઉલ્લેખનીય છે કે સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના અનેક ખેડૂત સંગઠન નવા ખેડૂત બિલને લઇને ધરણા આપી રહ્યા છે. દિલ્હીની સિંધુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડરસ ટિકરી બૉર્ડર અને હવે રાજસ્થાનથી હરિયાણાને જોડતી બૉર્ડર બંધ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા નીકાળવામાં આવેલા પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે ખેડૂતો છીએ, લોકો અમને અન્નદાતા કહે છે. વડાપ્રધાન કહે છે તેઓ અમારા માટે 3 કાયદાની ભેટ લઇને આવ્યા છીએ, અમે કહીએ છીએ કે આ ભેટ નહીં પરંતુ સજા છે. અમને ભેટ આપવી છે તો પાકની યોગ્ય કિંમત આપવાની કાયદાકીય ગેરંટી આપો.’

કોઈ ઇમરજન્સી હોય તો વૉલિયન્ટર સાથે સંપર્ક કરો

આમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘રોડ બંધ કરવા, જનતાને તકલીફ આપવી અમારો ઉદ્દેશ્ય નથી. અમે તો મજબૂરીમાં અહીં બેઠા છીએ. તેમ છતા અમારા આ આંદોલનથી તમને જે તકલીફ થઈ રહી છે તેના માટે અમે હાથ જોડીને માફી માંગીએ છીએ.’ સાથે જ ખેડૂતોએ ભરોસો આપ્યો કે, ‘જો કોઈ પણ બીમાર અથવા વૃદ્ધને મુશ્કેલી હોય, એમ્બ્યુલન્સ રોકાઈ હોય અથવા બીજી કોઈ ઇમરજન્સી હોય તો કૃપા કરીને અમારા વૉલિયન્ટર સાથે સંપર્ક કરો તેઓ તમારી મદદ કરશે. હું એક ખેડૂત.’

ખેડૂતો એમ્બ્યુલન્સ માટે ખુદ જ રસ્તો બનાવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલનના કારણે અનેક રસ્તાઓ બંધ છે. અનેક જગ્યાએ ડાયવર્ઝન છે. જો કે એવું અનેક વાર જોવા મળ્યું છે કે ખેડૂતો એમ્બ્યુલન્સ માટે ખુદ જ રસ્તો બનાવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા જે લંગર તૈયાર કરવામાં આવી રહ્યા છે, તેમાં ફક્ત પ્રદર્શનકારીઓને જ નહીં પરંતુ અન્ય સામાન્ય લોકોને પણ પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.