Bollywood

ડ્રગ્સ કનેક્શનમાં શૌવિક સાથે આખી ગેંગ, વ્હોટસેપ ચેટમાં મળ્યા મહત્વના સબૂત

 713 Total Views

એક્ટર સુશાંત સિંહ રાજપુત મામલે CBI તપાસ કરી રહી છે. જો કે હવે સમગ્ર મામલો ડ્રગ્સ રેકેટ તરફ જતો રહ્યો છે. એક પછી એક સબૂત મળતા રિયાનો ભાઇ શૌવિક ચારેબાજુથી ભેરવાઈ રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના પ્રાઈમ રોઝ એપાર્ટમેન્ટ અને સેમ્યુઅલ મિરાંડાના ઘરે દરોડો પાડ્યો હતો.

ડ્રગ એંગલની તપાસમાં શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલના નામ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ કલાકથી શૌવિકના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. NCBએ મોટી કાર્યવાહીના ભાગરૂપે શૌવિક અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધો. બંનેના ઘરે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.

હવે સવાલ એ ઉભો થાય છે કે એવા કયા પુરાવા છે જે શૌવિકને ડ્રગ્સના વિવાદ સાથે જોડે છે. હકીકતમાં, રિયાના ભાઈ શૌવિકના ઘણા ડ્રગ્સના વેપારીઓ સાથે કનેક્શન સામે આવ્યા હતા. NCBએ ઝૈદ અને બસીત પરિહારની ધરપકડ કરી હતી, ત્યારે તે સમયે બંનેએ શૈવિક સાથેની વાતચીતની પુષ્ટિ કરી હતી.

તેમના નિવેદનોથી એ પણ બહાર આવ્યું છે કે સેમ્યુઅલ મિરાંડાએ પણ ડ્રગ્સની ખરીદી અને વેચાણમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે શૌવિકના કહેવા પર ઝૈદ પાસેથી ડ્રગ્સ લેતો હતો અને તેને પૈસા આપતો હતો. તો આ મામલે કૈઝ ઇબ્રાહિમનું નામ પણ સામે આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે બાસિત માત્ર કેઝને જ નહીં, પરંતુ શૌવિક અને તેના મિત્રોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

અત્યાર સુધી રિયા ચક્રવર્તીએ હંમેશાં ઇનકાર કર્યો છે કે તે ડ્રગ્સ લેતી ન હતી અથવા કોઈને પણ આપતી ન હતી. એક ઇન્ટરવ્યુમાં રિયાએ એમ પણ કહ્યું હતું તેણે સુશાંતને ડ્રગ્સ લેતા અટકાવ્યો હતો.

રિયાનું જુઠાણુ ત્યારે સામે આવ્યુ જ્યારે તે સતત ડ્રગ્સ મામલે એવુ કહેતી હતી કે તેની સાથે કોઇ લેવા દેવા નથી. જો કે આ દરમિયાન માર્ચની એક વોટ્સએપ ચેટ સામે આવી છે જેમાં રિયા કહે છે કે સુશાંત દિવસમાં ચાર વખત સ્મોક કરે છે એ પ્રમાણે વ્યવસ્થા કરજે.

આ વર્ષે માર્ચમાં એક ચેટ પ્રકાશમાં આવી છે, જે બતાવે છે કે સુશાંત માટે રિયા તેના ભાઈ શૌવિક દ્વારા ડ્રગ્સ લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવતો હતો.

Leave a Reply

Your email address will not be published.