951 Total Views
અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ACની ડક્ટને કારણે કોરોના (Corona) વાયરસ વધુ ઝડપથી ફેલાઈ છે. પણ એર કન્ડીશન બનાવાર કંપનીએ દાવો કર્યો છે કે, તેના એસીમાં કોવિડ 19 (Covid 19) વાયરસનો 99.9 ટકા ખાત્મો થઈ જાય છે. મતલબ કે એસીની ડક્ટથી કોરોના વાયરસના ફેલાવાનો ખતરો શૂન્ય થઈ જાય છે. આ દાવો એર કન્ડિળશનિંગ અને કોમર્શિયલ રેફ્રિજરેશન બનાવતી અગ્રણી કંપની બ્લૂ સ્ટાર (Blue Star) તરફથી કરવામાં આવ્યો છે.
વાયરસ ડિએક્ટિવેશન ટેક્નોલોજી (VDT)
બ્લૂ સ્ટારના અધિકારી દ્વારા કહેવાયું કે, આ એર કન્ડીશનરમાં વાયરસ ડિએક્ટિવેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી કોઈ ખાસ જગ્યામાં કોવિડ 19 સહિત તમામ વાયરસને 99.9 ટકા સુધી ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે એસીમાંથી નીકળતી હવા આ ટેક્નોલોજીમાંથી પસાર થાય છે ત્યારે વાયરસ આપોઆપ ખતમ થઈ જાય છે. આ ટેક્નોલોજી ઘરના એસીમાં તો લાગી જ શકે છે, સાથે જ સેન્ટ્રલાઈઝ એસી સિસ્ટમમાં પણ સરળતાથી લગાવવામાં આવી શકે છે.
જૂના ACમાં પણ ફિટ થઈ શકે છે આ ટેક્નોલોજી
કંપની હાલ પોતાના તમામ ACમાં આ ટેક્નોલોજી ફીટ કરી રહી છે. સાથે જ જૂના ACમાં પણ રેટ્રોફિટ કરી શકાય છે. કોઈની પાસે સેન્ટ્રલ AC હોય કે યુનિટરી AC, બંનેમાં તેને રેટ્રોફિટ કરી શકાય છે.
VDT ટેક્નોલોજી ઘરો માટે તો સારી જ છે, પણ સાથે વ્યાવસાયિક સ્થળો માટે પણ તે સારી પુરવાર થઈ શકે છે. કંપનીનું કહેવું છે કે, ATM, કોઈ શોરૂમ, રેસ્ટોરન્ટ, સરકારી કે પ્રાઈવેટ ઓફિસ, મોલ, સિનેમા થિયેટર અને એરપોર્ટ ઉપર પણ ઉપયોગ કરી શકાય છે. સાથે જ કંપનીએ એમ પણ કહ્યું છે કે આ ટેક્નોલોજી સરકાર દ્વારા લાગુ કરેલ સોશિયલ ડિસટન્સ, હેન્ડ સેનિટાઈઝર અને માસ્કનો વિકલ્પ છે.