Business

સેમસંગ ગેલેક્સી A51 અને ગેલેક્સી A71 સ્માર્ટફોન તમારી આ માંગ પૂરી કરી શકે છે. આ સ્માર્ટફોનમાં એવા તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે જે ઘણા જ જરૂરી છે…

 689 Total Views

Impact Feature : આજે દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. જોકે અવનવા સ્માર્ટફોન હાથમાં હોવા છતા કંઇક ખૂટતુ હોય છે. સેમસંગ ગેલેક્સી A51 અને ગેલેક્સી A71 સ્માર્ટફોન તમારી આ માંગ પૂરી કરી શકે છે. આ સ્માર્ટફોનમાં એવા તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે જે ઘણા જ જરૂરી છે. સેમસંગ ગેલેક્સી A51 અને A71 ક્વિક સ્વિચ ફીચર આપવામાં આવ્યું છે જેની મદદથી તમે ઝડપથી પાવરકી પર ડબલ ક્લિક કરીને ગેલરી, વેબ બ્રાઉઝર, વ્હોટ્સએપ અને બીજી એપના પ્રાઇવેટથી પબ્લિક વર્ઝનમાં મોબાઈલ યૂઝ કરી શકો છો. એટલે કે પ્રાઇવસી જાળવવા માટે ક્વિક સ્વીચ ફીચર આપવામાં આવ્યું છે. જેના દ્વારા પાવર બટનને ડબલ ક્લિક કરી ફોટો, એપ્સ વગેરેને સહેલાઇથી પબ્લીક મોડમાંથી પ્રાઇવેટ મોડમાં ફેરવી શકાય છે.

પ્રાઇવસી સૌથી પહેલા

આજની જનરેશન સૌથી વધારે સમય સ્માર્ટફોન પાછળ વાપરે છે. એ પછી ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર ફોટો અપલોડ કરવામાં હોય કે પછી કોઈક સાથે ફેસબુક મેસેન્જર કે વ્હોટ્સએપ પર વાતચીત કરવામાં, સ્માર્ટફોન અત્યારે બીજા કોઈ ગેજેટ કરતા રોજિંદા જીવનમાં સૌથી વધારે યૂઝ થઈ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને Samsung Galaxy A51 અને Galaxy A71 સ્માર્ટફોન એક નવી દુનિયા સાથે મળાવશે. આ સ્માર્ટફોન ઉત્તમ AMOLED ડિસપ્લે, ક્વાડ-કેમેરા સેટઅપ્સ અને લાંબા સમય સુધી ચાલે તેવી બેટરી સાથે આવે છે.

હવે નવી જનરેશન તણાવમુક્ત જીવન આ સ્માર્ટફોનની મદદથી જીવી શકે છે. તમારા જીવનમાં પ્રાઇવેટ ક્ષણો પ્રાઇવેટ રહેવી જોઇએ અને તમાર સિવાય કોઈ પણ તે ના ખંખોળે તે જરૂરી છે. આ માટે Samsung Galaxy A51 અને Galaxy A71 સ્માર્ટફોનમાં ક્વિક સ્વિચ અને ઇન્ટેલિજન્ટ કન્ટેન્ટ સજેશન આપવામાં આવ્યું છે. જો તમે રોજ સ્માર્ટફોન યૂઝ કરો છો તો તમે તમારી પ્રાઇવસીની સુરક્ષા પણ ઇચ્છતા હશો. આપણે ઘણીવાર જોયું હશે કે કોઈક આપણો ફોન ફોટો ક્લિક કરવા માટે લે છે અને આપણા ફોનમાં કંઇક એવું જોઇ લે છે જે આપણે પ્રાઇવેટ રાખવા ઇચ્છતા હોય. તો ક્યારેક એવું પણ બને છે કે જ્યારે દોસ્ત કે પરિવારનું કોઈ સભ્ય આપણો નવો ફોન ચેક કરવા લે છે અને એ મેસેજ જોઈ લે છે જે નહોતો જોવો જોઇતો. આપણા ફોનમાં પર્સનલ અને પ્રાઇવેટ ડેટા સંગ્રહી રાખીએ છીએ અને ત્યારે ચિંતા વધે છે જ્યારે કોઈક આપણો ફોન યૂઝ કરે છે. પાવર કી પર ફક્ત એકવાર ક્લિક કરી મોબાઇલ તેને આપવાથી આ ચિંતા દૂર થઈ જશે. ક્વિક સ્વિચ નામનું આ યૂનિક ફીચર Samsung’s Galaxy A51 and Galaxy A71માં આપવામાં આવ્યું છે.

ચલો આ સમજવા માટે રાધિકા મદાનના જીવનનું ઉદાહરણ લઇએ. આ વિડીયોમાં રાધિકા તેના બોયફ્રેન્ડ (સન્ની સિંહ) માટે જન્મદિવસની ઉજવણીનું સપ્રાઇઝ પ્લાનિંગ કરી રહી રહી છે. રાધિકા સન્નીની અચાનક મુલાકાત માટે તૈયાર નથી અને કોઈ પણ કિંમતે સરપ્રાઇઝને બગાડવા માંગતી નથી. આ માટે તે સ્વિચ ક્વિકનો ઉપયોગ કરે છે જેથી તેની બર્થડેની ઉજણવણીનું સરપ્રાઇઝ પ્લાનિંગ સીક્રેટ રહે.

Leave a Reply

Your email address will not be published.