International

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે.

 561 Total Views

અમેરિકામાં રાષ્ટ્રપતિની (US President Election) ચૂંટણીના પરિણામો (Election Result) જાહેર થઈ રહ્યાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને જો બાઈડેન (Joe Biden) વચ્ચે બરાબરની કાંટાની ટક્કર છે. પરંતુ મતગણતરી (Vote Counting) દરમિયાન એક સંબોધનમાં અતિ ઉત્સાહમાં આવી ગયેલા ડૉનાલ્ડ ટ્રમ્પે ભાંગરો વાટ્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે, ચૂંટણી પરિણામો આશ્ચર્યનક રહેશે અને અમે જેવી આશા રાખી રહ્યાં છીએ તેવી જ જીત થશે. રિપબ્લિકન પાર્ટી (Republican Party)ના ઉમેદવાર ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ટેક્સાસ (Texas), નોર્થ કેરોલિના (North Carolina) અને જ્યોર્જિયા (Georgia) માં શાનદાર જીત નોંધાવી છે. અમને પુરો વિશ્વાસ છે કે અમે જ ચૂંટણી જીતીશું.

મતગણતરી વચ્ચે જ ડૉનાલ્ડ ટ્રમ્પે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક હશે. અમે જેવી આશા રાખી રહ્યાં છેએ તેવી જ અમારી જીત થશે. અમે ટેક્સાસ, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા જીતી લીધા છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ટ્રમ્પે કહ્યું હતું કે, સૌથી મોટી વાત એ છે કે, અમે પેંસિલ્વેનિયામાં પણ જીતી રહ્યાં છીએ. અમે ધીમે ધીમે જીત તરફ આગળ વધી રહ્યાં છીએ.

આ દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે ચાલી રહેલુ વાકયુદ્ધ પણ તેની ચરમસીમાએ પહોંચ્યું છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન અને રિપબ્લિક ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટ્વિટર પર પણ તૂ તૂ -મેં મેં થઈ ગઈ હતી. ટ્રમ્પે જીતનો દાવો કર્યો તો ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને પલટવાર કર્યો હતો અને ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ચૂંટણીમાં વિજેતા જાહેર કરવાનું કામ મારું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નથી. તે મતદારોનો અધિકાર છે.

ટ્રમ્પે કર્યો દાવો

ટ્રમ્પે હજી તો મતગણતરી ચાલી રહી છે ને જાહેરાત કરી દીધી હતી કે, તે સ્ટેસ્ટમેંટ આપવા જઈ રહ્યાં છે. આગળ લખ્યું હતું કે – એક મોટી જીત. ચાલુ મતદાને ટ્રમ્પની આ ટ્વિટને દુનિયાભરમાં જાકારો મળી રહ્યો છે. લોકો ટ્રમ્પના આ દાવાને અયોગ્ય ઠેરવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.