India

ફ્રાંસથી ખરીદેલાં રાફેલ વિમાન આજે સત્તાવાર રીતે વાયુસેનાના લડાકૂ વિમાનના બેડામાં સામેલ થશે…

 396 Total Views

ભારતીય વાયુસેનાને આજે પોતાની નવી તાકાળ મળવાની છે. ફ્રાંસથી ખરીદેલાં રાફેલ વિમાન આજે સત્તાવાર રીતે વાયુસેનાના લડાકૂ વિમાનના બેડામાં સામેલ થશે. રાફેલને અંબાલાના એરબેઝ પર 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝમાં સામેલ કરવામાં આવશે. અંબાલા એરબેઝ પર આજે સવારે રાફેલની ઈન્ડક્શન સેરેમનીમાં વાયુસેનાને સોંપવામાં આવશે. તેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેંસ પાર્લે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લી અને ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અંબાલા પહોંચ્યા હતા. આ અગાઉ ફ્રાંસના રક્ષામંત્રીના ભારત આગમન પર તેઓને પાલમ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.