GUJARAT

રાજ્યમાં ઘટી રહેલા કોરોના કેસને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો.

 1,357 Total Views

ગુજરાત માં કોરોના રસીકરણ અભિયાનને તેજ બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પણ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે પણ રાજ્યમાં ઘટી રહેલા કોરોના કેસને લઇ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે ગઇ કાલે પણ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 346 કેસ નોંધાયાનું સ્વીકાર્યું હતું. અને રાજ્યમાં કોરોનાં વાયરસના સંક્રમણ ની સ્થિતી કાબુમા આવી રહી હોવાની વાત કહી હતી.

ત્યારે રાજ્યમાં કોરોનાં કેસોની સંખ્યાથી અને કોવીડ-19 માટે ઉપયોગના લેવાતી દવાઓ અને ઓક્સિજન સપ્લાયમા પણ હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં કોરોનાં સંક્રમણનો આંકડો 1500ને પાર પહોંચ્યો હતો જ્યારે હવે કોરોનાંનો આંક 350થી નીચે આવી રહ્યા છે. નવેમ્બર મહિનાની સરખામણીએ આજે ઓક્સિજનનો ઉપયોગ માત્ર 1/3 ભાગ જેટલો જ રહ્યો છે. જે ખુબ જ સારા સમાચાર છે. રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઓક્સિજન સપ્લાય 240 મેટ્રીક ટન હતી. જે હવે ઘટીને માત્ર 80 મેટ્રીક ટન જેટલી જ રહી ગઇ છે.

કોરોનાં સારવાર માટે વપરાતા રેમડેસીવર ઇન્જેક્શન મા પણ ઘટાડો થયો છે. રેમડેસીવર ઇન્જેક્શનની રાજ્યમાં નવેમ્બર મહિનામા 2.27 લાખ ઇન્જેક્શનની ખપત હતી. જે જાન્યુઆરીમા ખપત ઘટીને 27 હજાર થઈ ચૂકી છે.

કોરોનાં માટેની બીજી એક દવા પાવિપીરાવીર ટેબ્લેટ 200 મિલી ગ્રામ દવા નવેમ્બર 11 લાખ ખપત હતી. જે જાન્યુઆરી મહિનામાં ઘટીને 14 હજાર પહોંચી છે. કોરોનાં સંક્રમણનાં કેસો અને તેમાં વપરાતી દવાઓ અને ઓક્સિંજ સપ્લાયમા આજે 70 થી 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.