Business

ભારતીય સ્ટેટ બેંક સોમવારે કહ્યું કે, આ વર્ષે 14 હજાર નિયુક્તિઓ કરવાની તેની યોજના છે…

 395 Total Views

ભારતીય સ્ટેટ બેંક સોમવારે કહ્યું કે, આ વર્ષે 14 હજાર નિયુક્તિઓ કરવાની તેની યોજના છે. આ સાથે એસબીઆઈએ કહ્યું કે વીઆરએસ યોજના બેંકના ખર્ચમાં ઘટાડો કરવા માટે નથી. એસબીઆઈએ વીઆરએસની યોજના તૈયાર કરી છે, જેમાં લગભગ 30190 કર્મચારીઓ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈમાં હાલ અઢી લાખ જેટલાં કર્મચારીઓ છે.

એસબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે, બેંક હંમેશાથી કર્મચારીઓ પ્રત્યે દોસ્તાના નજર રાખે છે અને તે પોતાના કારોબારનો વિસ્તાર કરી રહી છે, જેના માટે લોકોની આવશ્યક્તા હશે. આ વાતથી સાબિત થાય છે કે આ વર્ષે 14 હજારથી વધારે કર્મચારીઓની નિયુક્તિ કરવાની યોજના છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, સ્ટેટ બેંકના વર્તમાનમા અઢી લાખની આસપાસ કર્મચારી છે. બેંક પોતાના કર્મચારીઓની જરૂરતોને પૂરી કરવા અને તેના જીવનકાળમાં મદદ કરવા માટે હંમેશા આગળ રહી છે.

સ્ટેટ બેંકની વીઆરએસ યોજનાના પ્રસ્તાવ પ્રમાણે વીઆરએસ 2020 યોજના હેઠળ બેંકમાં 25 વર્ષની સેવા અથવા 55 વર્ષની ઉંમર પૂરી કરી ચૂકેલા તમામ સ્થાયી અધિકારી અને સ્ટાફ કર્મચારીઓ માટે ખુલ્લી રહેશે. આ પહેલાં કોંગ્રેસ નેતા પી. ચિંદબરમે બેંકની વીઆરએસ યોજનાની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે, હાલના સંકટના સમયમાં દેશની સૌથી મોટી બેંક જો નોકરીઓમાં કાપ કરી રહી છે તો અંદાજો લગાવી શકાય છે કે અન્ય મોટા નિયોક્તા અને MSME શું કરી રહ્યા હશે.

Leave a Reply

Your email address will not be published.