GUJARAT

ગાંધી પરિવારનું કોઈ અહીં લસ્સી પીવા આવ્યું… સ્મૃતિ ઈરાનીને મળેલા જવાબ અંગે કોંગ્રેસની ટીખળ

 957 Total Views

– આટલા વર્ષોમાં કોંગ્રેસ અમેઠીમાં પાણીની પૂરતી વ્યવસ્થા પણ નહોતું કરી શક્યુંઃ સ્મૃતિ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેઓ હાલ અમેઠીની મુલાકાતે છે અને ત્યાં અનેક લોકોની મુલાકાત લઈ રહ્યા છે. તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ લસ્સીની દુકાને પહોંચી ગયા છે. ત્યાં તેમણે દુકાનના માલિકને સવાલ કર્યો હતો કે, શું ગાંધી પરિવારનું કોઈ કદી અહીં આવ્યું?

સ્મૃતિ ઈરાનીને આ સવાલનો એવો જવાબ મળ્યો જેની તેમણે ભાગ્યે જ કદી કલ્પના કરી હશે. સ્મૃતિના સવાલના જવાબમાં દુકાનદારે કહ્યું કે, પ્રિયંકા આવી… રાહુલ આવ્યા… બધા આવ્યા છે. દુકાનદારનો આ જવાબ સાંભળીને સ્મૃતિ ઈરાનીએ સ્મિત આપ્યું હતું પરંતુ બીજું કશું ન કહ્યું. કોંગ્રેસે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.