327 Total Views
કીડી-મકોડાને મારનાર દવાઓમાં જોવા મળતો એક સક્રિય પદાર્થ કોવિડ -19 માટે જવાબદાર કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડી શકે છે. બ્રિટનની ડિફેન્સ લેબોરેટરીએ કરેલા અભ્યાસમાં આ દાવો કર્યો છે. ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી (DSTL) ના વૈજ્ઞાનિકોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મોસી-ગાર્ડ (મચ્છર મારનારી દવા) જેવી જંતુનાશક દવાઓમાં સક્રિય પદાર્થ, સિટ્રિયોડિઓલમાં એન્ટિવાયરલ લક્ષણો જોવા મળ્યા હતા જ્યારે પરીક્ષણ સપાટી પર તેઓ ફ્લૂઇડ તબક્કામાં વાયરસની સાથે મિશ્રિત કરાયા.
વાયરસમાં ઘટાડો જોવા મળ્યો
અધ્યયનના અપ્રકાશિત પરિણામો અનુસાર, ‘મોસી ગાર્ડ સ્પ્રે અથવા પસંદ કરેલા કેમિકલની સાથે વાયરસ સસ્પેન્શનને મિશ્રિત કરવાથી SARS-CoV-2માં ઘટાડો જોવા મળ્યો હતો.’ જો કે, તે સ્પષ્ટતા નથી થઇ કે આ સ્પ્રે વારંવાર હાથ ધોવા કે આલ્કોહલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરીને વાયરસથી બચાવાના ઉપાય સિવાય કોઇ અંતર પેદા કરી શકે કે નહીં.
અલગ-અલગ રીતે ટેસ્ટ
સીટ્રિઓડિયોલ યુકાલિપ્ટસ સિટ્રિઓડોરા ઝાડના પાંદડા અને ડાળીઓમાંથી મળે છે અને તે ડીટનો કુદરતી વિકલ્પ હોવાનું કહેવામાં આવે છે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટેનો બીજો પદાર્થ છે. સૈન્ય નિષ્ણાતોએ પ્રયોગ માટે બે પદ્ધતિઓ અપનાવી. જ્યારે પ્રવાહીના ટીપાં તરીકે સીધા વાયરસ પર લાગુ કરવામાં આવ્યા ત્યારે તે પ્રથમ પદ્ધતિએ ઉત્પાદનની એન્ટિવાયરલ પ્રવૃત્તિનું મૂલ્યાંકન કર્યું. તે જ સમયે, બીજી રીતે, ઉત્પાદનને લેટેક્સથી બનેલી ‘સિંથેટિક ત્વચા’ પર લાગૂ કરીને આકારણી કરવામાં આવી હતી.
વધુ સંશોધન માટેની તૈયારી
અભ્યાસમાં જાણવા મળ્યું કે એક મિનિટના ફ્લૂઇડ સસ્પેંશન પરીક્ષણમાં જોવા મળ્યું કે જો વિષાણુને ફ્લૂઇડ તબક્કામાં મિશ્રિત કરવામાં આવે તો મોસી ગાર્ડમાં SARS-CoV-2 ઇંગ્લેન્ડ-2 આઇસોલેટના વિરૂગ્ધ વિષાણુ રોધી ગતિવિધિ કરે છે. લેટેક્સ પરકરાયેલા અભ્યાસમાં એ પણ વાત સામે આવી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓ પોતાના પ્રારંભિક પરિણામ એ આશા સાથે શેર કરી રહ્યા છે કે તેના પર વધુ અનુસંધાન કરાશે.