GUJARAT

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો 108% વધીને રૂ.13227 કરોડ થયો

 395 Total Views

– શેર દીઠ રૂ.7 ડિવિડન્ડ : પડકારરૂપ સમયમાં 75,000 રોજગારીનું સર્જન કર્યું

– જિયો પ્લેટફોર્મનો ત્રિમાસિક ચોખ્ખો નફો 47.5 ટકા વધીને રૂ.3508 કરોડ થયો : ત્રિમાસિકમાં ગ્રાહકો 3.10 કરોડ વધીને 42.62 કરોડ થયા

મુંબઈ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૧,માર્ચ ૨૦૨૧ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામ હાંસલ કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૧૦૮.૪ ટકા વધીને રૂ.૧૩,૨૨૭ કરોડ થયો છે. જ્યારે આવક ૧૧ ટકા વધીને રૂ.૧,૫૪,૮૯૬ કરોડ હાંસલ કરી છે. કંપનીએ પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ૩૪.૮ ટકા વધીને રૂ.૫૩,૭૩૯કરોડ અને આવક ૧૮.૩ ટકા ઘટીને રૂ.૫,૩૯,૨૩૮ કરોડ હાંસલ કરાઈ છે. કંપનીએ શેર દીઠ રૂ.૭ ડિવ ડિવિડન્ડ આપવાનું જાહેર કર્યું છે.

રિલાયન્સ જિયો પ્લેટફોર્મસ લિમિટેડે ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો રૂ.૨૩૭૯ કરોડની તુલનાએ ૪૭.૫ ટકા વધીને રૂ.૩૫૦૮ કરોડ અને આવક રૂ.૧૫૩૭૩ કરોડની તુલનાએ ૧૮.૯ ટકા વધીને રૂ.૧૮,૨૭૩ કરોડ હાંસલ કરી છે. ત્રિમાસિકમાં નવા ૩.૧૦ કરોડ ગ્રાહકોના ઉમેરા સાથે પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જિયોના ગ્રાહકોની સંખ્યા વધીને ૪૨.૬૨ કરોડથી વધુ થઈ છે. એઆરપીયુ રૂ.૧૩૮ મેળવ્યું છે. જિયો દ્વારા પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઈબીટા ૪૫ ટકા વધીને રૂ.૩૨,૩૫૯ કરોડ હાંસલ કરાયો છે.

રિલાયન્સ રીટેલ દ્વારા કોન્સોલિડેટેડ ધોરણે ઈબીટા રૂ.૨૫૫૭ કરોડની તુલનાએ વધીને રૂ.૩૬૧૭ કરોડ અને આવક રૂ.૩૪,૪૦૨કરોડની તુલનાએ વધીને રૂ.૪૧,૨૯૬ કરોડ હાંસલ કર્યા છે.પૂર્ણ નાણાકીય વર્ષમાં રિલાયન્સ રીટેલે આવક ૩.૩ ટકા ઘટીને રૂ.૧,૫૭,૬૨૯ કરોડ અને ચોખ્ખો નફો ૦.૬ ટકા વધીને રૂ.૫૪૮૧ કરોડ હાંસલ કર્યા છે.

ઓઈલ થી કેમિકલ્સ(ઓટુસી) બિઝનેસમાં કંપનીએ ઈબીટા રૂ.૧૧,૯૬૧ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૧,૪૦૭ કરોડ અને આવક રૂ.૯૬,૭૩૨ કરોડની તુલનાએ ૨૦.૬ ટકા વધીને રૂ.૧,૦૧,૦૮૦ કરોડ નોંધાવ્યા છે. વાર્ષિક આવક રૂ.૪,૫૧,૩૫૫ કરોડની તુલનાએ ઘટીને રૂ.૩,૨૦,૦૦૮ કરોડ અને ઈબીટા રૂ.૫૩,૮૦૩ કરોડથી ઘટીને રૂ.૩૮,૧૭૦ કરોડ હાંસલ કર્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ પરિણામ વિશે જણાવ્યું હતું કે, ભારત માટે અસાધારણ પડકારોનો આ સમય છે. આપણી અત્યારની તાત્કાલિક પ્રાથમિકતા દેશ અને લોકોને આ કોવિડ કટોકટીમાં મદદની છે. અમે અમારા શ્રેષ્ઠ સ્ત્રોતો આ મહામારી સામે મજબૂતીથી દેશ લડી શકે એ માટે કામે લગાવ્યા છે. જામનગરમાં કંપનીની સવલતોમાં જીવનરક્ષક મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. કંપનીએ ઓટુસી અને રીટેલ સેગ્મેન્ટમાં મજબૂત રિકવરી નોંધાવી છે. ડિજિટલ સર્વિસિઝ બિઝનેસમાં સતત વૃદ્વિ રહી છે.

કંપનીએ આ કોવિડ-૧૯ કટોકટીમાં અર્થતંત્રમાં ૭૫,૦૦૦ જેટલી રોજગારીનું નિર્માણ કર્યું છે. જિયો ૪૨.૬ કરોડ ગ્રાહકો સાથે સક્રિય રહ્યું છે અને વર્તમાન ગ્રાહકો માટે માત્ર નહીં, પરંતુ તમામ લોકો, અને એન્ટરપ્રાઈસીઝ માટે ડિજિટલ અનુભવવધારવા વચનબદ્વ છે. દેશ માટે કોવિડથી નવા પડકારો ઊભા થયા છે. જિયોની ટીમો દ્વારા ગ્રાહકોને અવિરત સર્વિસિઝની ખાતરી માટે તમામ મુદ્દાઓ ઉકેલવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.