India

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ તેમની સાદગી, સરળતા અને મધુર વ્યવહાર માટે જાણીતા છે…

 836 Total Views

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ તેમની સાદગી, સરળતા અને મધુર વ્યવહાર માટે જાણીતા છે. આવી સ્થિતિમાં 20 સપ્ટેમ્બરના રોજ રાજ્યસભામાં વિપક્ષી સાંસદો દ્વારા થયેલા હોબાળા લીધે હરિવંશ સિંહને ભારે દુ:ખ થયું હતું અને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના પત્રના મુરીદ થઇ ગયા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ પત્રને શેર કરીને તેમની પ્રશંસા કરી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ત્રણ પાનાનો પત્ર શેર કરતાં લખ્યું કે, ‘હું માનનીય રાષ્ટ્રપતિજીને માનનીય હરિવંશ જી એ જે લખ્યો, તેને મેં વાંચ્યો. પત્રના એક-એક શબ્દે લોકશાહીમાં આપણી શ્રધ્ધાને નવી આસ્થાને નવો વિશ્વાસ અપાવ્યો છે. આ પત્ર પ્રેરણાદાયક અને પ્રશંસનીય છે. તેમાં સત્ય અને સંવેદનાઓ છે. મારી વિનંતી છે, બધા દેશવાસી તેને ચોક્કસ વાંચે.

20 સપ્ટેમ્બરની ઘટનાને કારણે ગૃહની મર્યાદાને પહોંચી અકલ્પનીય ક્ષતિ

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું કે ગઈકાલે 20 ડિસેમ્બરે રાજ્યસભામાં જે બન્યું તેનાથી હું છેલ્લા બે દિવસથી દુ:ખી , તાણ અને માનસિક વેદનામાં છું. હું આખી રાત સૂઈ શક્યો નહીં. જેપીના ગામમાં જન્મો છું. માત્ર જન્મ થયો ન હોતો, તેમના પરિવાર અને અમારા ગામ વચ્ચે પેઢીઓથી સંબંધો રહ્યા. બાળપણથી જ ગાંધીની ઉંડી અસર પડી. ગાંધી, જેપી, લોહિયા અને કર્પૂરી ઠાકુર જેવા લોકોના જાહેર જીવને હંમેશા મને પ્રેરણા આપી. જયપ્રકાશ આંદોલન અને આ મહાન વિભૂતિઓની પરંપરામાં જીવનમાં સાર્વજનિક આચરણ અપનાવ્યું. મારી સામે 20 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચ સદનમાં જે દ્રશ્ય થયું તેનાથી ગૃહ, આસનની મર્યાદાને અકલ્પનીય ક્ષતિ પહોંચી છે.

‘લોકશાહીના નામ પર હિંસક વર્તન’

અધ્યક્ષને લખેલા પત્રમાં ડેપ્યુટી સ્પીકર હરિવંશે કહ્યું હતું કે લોકશાહીના નામે ગૃહના સભ્યો હિંસક વર્તન કરતા હતા. આસન ઉપર બેઠેલા વ્યક્તિને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપલા ગૃહની બધી ગૌરવ અને વ્યવસ્થા તૂટી ગઈ હતી. ગૃહના સભ્યોએ નિયમ પુસ્તિકા ફાડી નાંખી. મારી ઉપર ફેંકી.

‘ગૃહમાં દસ્તાવેજો ઉથલાવવા, ફેંકી દેવા અને ફાડવાની ઘટનાઓ બની’

ડેપ્યુટી સ્પીકર હરિવંશે કહ્યું ગૃહના જે ઐતિહાસિક ટેબલ પર બેસીને ગૃહના અધિકારી, ગૃની મહાન પરંપરાઓને આગળ વધારવામાં મૌન હિરોની ભૂમિકા નિભાવી રહ્યા છે, તેમના ટેબલો પર ચઢીને ગૃહના જરૂરી કાગળો અને દસ્તાવેજોને ઉથલાવાની, ફેંકી દેવાની અને ફાડવાની ઘટનાઓ બની.

‘ગૃહમાં લોકશાહીનું ચીરહરણ’

ડેપ્યુટી સ્પીકર હરીવંશે કહ્યું નીચેથી કાગળને રોલ બનાવીને આસન પર ફેંકવામાં આવ્યા. આક્રમક વર્તન, અસભ્ય અને સંસદીય સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મારા હૃદય અને માનસને બેચેન કરનાર લોકતંત્રના ચીરહરણનો આખો નજારો આખી રાત મારા મગજમાં છવાયેલો રહ્યો. તેના લીધે હું સૂઇ પણ શકયો નહીં. આગળ કહ્યું કે ગામડાંનો વ્યક્તિ છું, મને સાહિત્ય, સંવેદના અને મૂલ્યોએ ઘડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.