823 Total Views
અમદાવાદમાં ભાજપના નેતાની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યા બાદ એક પછી એક મોટા પર્દાફાશ થઈ રહ્યાં છે. અમદાવાદના રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે 3 વાગ્યે એટીએસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આખરે એક શાર્પશૂટર પકડાઈ ગયો છે, અને અન્ય એક ભાગી છૂટ્યો છે.
ભાજપના નેતાની હત્યાના ષડયંત્ર મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ પર હુમલો કરવાની માહિતી હતી. અમદાવાદમાં રિલીફ રોડ પર આવેલી હોટેલ વિનસમાં બે શાર્પ શૂટરની બાતમી મળતા આ ઓપરેશન પાર પાડવા માટે રાત્રે હોટલની બહાર ઉચ્ચ અધિકારીઓએ ઘેરી લીધી હતી. મોડી રાત્રે તપાસ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ હોટલમાં હતો. જ્યારે એટીએસ ટીમ સહિત પોલીસનો કાફલો હોટલના રૂમનો દરવાજો ખખડાવ્યો અને અંદર જતા શાર્પ શૂટરે ફાયરિંગ કર્યું હતું. જો કે તે મિસ થઈ ગયું હતું. શાર્પ શૂટરનું નિશાન ચૂકી જતા હોટલના રૂમની છતના ભાગમાં ગોળી વાગી હતી. બીજો વ્યક્તિ હોટલ સુધી પહોંચી નહોતો શક્યો. રાજકીય નેતાઓ પર હુમલાના ષડયંત્રની માહિતી મળી આવી છે.