836 Total Views
ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકારે ફક્ત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ હવે આ મામલે ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની પણ યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે તેઓ આત્મનિર્ભર ભારત એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ લખ્યું,’આજે ‘મેડ ઇન ઇન્ડિયા’ એપ્સ બનાવવા માટે ટેક અને સ્ટાર્ટઅપ સમુદાયમાં ભારે ઉત્સાહ છે. માટે @GoI_MeitY અને @AIMtoInnovate મળીને ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યા છે.’
પીએમ મોદીએ કહ્યું કે, જો તમારી પાસે કોઇ એવી પ્રોડક્ટ છે અથવા પછી તમને લાગે છે કે કંઇક સારૂ કરવાનું દ્રષ્ટિકોણ અને ક્ષમતા છે તો ટેક કોમ્યૂનિટી સાથે જોડાઇ જાવ. પ્રધાનમંત્રી મોદીએ લિંક્ડઇન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
Today there is immense enthusiasm among the tech & start-up community to create world class Made in India Apps. To facilitate their ideas and products @GoI_MeitY and @AIMtoInnovate are launching the Aatmanirbhar Bharat App Innovation Challenge. https://t.co/h0xqjEwPko
— Narendra Modi (@narendramodi) July 4, 2020
ચીનની મોટી કમાણી પર ભારતે લગાવી દીધી રોક
ભારત સરકારે ચીનની એવી ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જે ભારતમાં ખૂબ પ્રખ્યાત થઈ છે અને મોટી કમાણી કરી રહી હતી. સરહદ પર ચીનનું ઘમંડ જોયા પછી સરકારે આ પગલું ભર્યું હતુ અને આ એપ્સમાં ખામીઓ મળી આવી હતી. ભારતના નિર્ણય પછી ચીન બોખલાઇ ગયું. ભારત દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી ચીની એપ્લિકેશનોમાં ટિકટોક અને યુસી બ્રાઉઝર શામેલ છે, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે. પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટીમાં ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે આ રોક લગાવવામાં આવી છે.
લદ્દાખ પહોંચેલા પીએણ મોદીએ ચીનને દેખાડ્યો અરીસો
ચીન ઘણી વખત તેની વિસ્તરણવાદી નીતિને કારણે તેની સરહદો વિસ્તૃત કરવાનો પ્રયાસ કરે છે. જેના કારણે લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા જ્યારે ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. શુક્રવારે વડાપ્રધાન મોદી લદ્દાખ પહોંચ્યા હતા અને સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા અને ચીનને એક અરીસો પણ બતાવ્યો હતો. ઇજાગ્રસ્ત સૈનિકો સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે “ભારત ક્યારેય ઝૂક્યું નથી કે તે નમશે પણ નહીં.”