Corona-live India

ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન રેસમાં ખૂબ આગળ છે, ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા અને ઝાયડસ કેડિલા દેશી વેક્સીનની શોધમાં લાગેલું છે.

 754 Total Views

દેશમાં કોરોના વેક્સીનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે અને આવતા વર્ષની શરૂઆતમાં તે બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે. આપને જણાવી દઇએ કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન રેસમાં ખૂબ આગળ છે. ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા અને ઝાયડસ કેડિલા દેશી વેક્સીનની શોધમાં લાગેલું છે.

હર્ષવર્ધન બોલ્યા- આવતા વર્ષની શરૂઆત સુધીમાં એકથી વધુ રસી!

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધન એ આજે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં દેશને એકથી વધુ કોરોના રસી મળી શકે છે. આપણા નિષ્ણાતો રસીના વિતરણ માટે યોજના બનાવી રહ્યા છે.

WHO ને પણ આશા

WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય વિશ્વનાથને પણ આશા વ્યક્ત કરી હતી કે જીવલેણ કોરોના વાયરસની રસી 2020ના અંત કે આવતા વર્ષની શરૂઆતમાં રજીસ્ટ્રેશન માટે ઉપલબ્ધ થશે. તેમણેકહ્યું કે જેમકે આપને ખબર છે કે 40 વેક્સીન કંપનીઓ ક્લીનિકલ સ્ટેજના કેટલાંય તબક્કાઓમાં છે. તેમાંથી 10 વેક્સીન પરીક્ષણના ત્રીજા તબક્કામાં છે. આ વેક્સીન સુરક્ષિત પણ દેખાઇ રહી છે અને સારા પરિણામ પરીક્ષણોમાં મળ્યા છે.

આપને જણાવી દઇએ કે આની પહેલાં હર્ષવર્ધને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોમાંથી ડેટા પ્રાપ્ત કરી રહી છે જેથી કરીને વેક્સીન તૈયાર થવા પર તેનું યોગ્ય વિતરણ થઇ શકે. તેમણે કહ્યું હતું કે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે કેવી રીતે દેશમાં તમામ કોરોના રસી ઉપલબ્ધ કરાવી.

કોલ્ડ સ્ટોરેજની ઓળખ પણ શરૂ

કોવિડ-19ની રસી થોડાંક જ મહિનાઓમાં ઉપલબ્ધ થવાની સંભાવનાની વચ્ચે સરકારે વ્યાપક સ્તર પર કોલ્ડ સ્ટોરેજની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. તેનો હેતુ એ છે કે દેશભરમાં રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકે. એક રાષ્ટ્રીય નિષ્ણાત ગ્રૂપ દવા ક્ષેત્ર, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ ક્ષેત્રની ખાનગી અને સરકારી કંપનીઓ સાથે તેના માટે વાત કરી રહ્યા છે. સાથો સાથ ઘરમાં ખાવાનું ડિલિવરી કરનાર સ્વિગી અને જોમેટો જેવી કંપનીઓના પણ સંપર્કમાં છે.

Leave a Reply

Your email address will not be published.