Business

ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે.

 1,506 Total Views

ગેસ સિલિન્ડરના  ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં મોંઘવારીએ માજા મુકી છે. પહેલા રોજબરોજની વપરાશમાં આવતા ડુંગળી બટેટા મોંઘા થયા ત્યારબાદ ખાદ્યતેલ મોંઘુ થયુ અને હવે ફરી એકવાર ગેસના ભાવ price increases વધ્યા છે.

ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલો સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે 5 કિલોના શોર્ટ સિલિન્ડરના ભાવમાં 18 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોનું સિલિન્ડર 36.50 રૂપિયા વધાર્યું છે.

દેશની સૌથી મોટી ઓઇલ કંપની આઈઓસીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત હવે 644 રૂપિયા પર આવી ગઈ છે. તે કોલકાતામાં 670.50 રૂપિયા, મુંબઇમાં 644 રૂપિયા અને ચેન્નઇમાં 660 રૂપિયા થઈ ગઈ છે.

અગાઉ દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી. તે કોલકાતામાં 620.50 રૂપિયા, મુંબઇમાં 594 રૂપિયા અને ચેન્નઈમાં 610 રૂપિયા હતા. આ જ રીતે 19 કિલો સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1296 રૂપિયા, કોલકાતામાં 1351.50 રૂપિયા, મુંબઇમાં રૂ .1244 અને ચેન્નઇમાં 1410.50 રૂપિયા થયો છે.

આ પહેલા 1 જાન્યુઆરીએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC) એ સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder)ના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. 14.2 કિગ્રાવાળા સબસિડીવગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા વધાર્યો હતો. આમ 15 દિવસમાં ગેસના ભાવમાં આ રીતે વધારો થતા સામાન્ય માણસને પારાવાર મુશ્કેલી આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.