GUJARAT

દિલ્હી: ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેનનુ રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત

 772 Total Views

ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેનનુ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમનુ સ્વાગત કર્યુ. રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ ફ્રેડરિકસેને નિવેદન જારી કરતા કહ્યુ કે અમે ભારતને ઘણા નજીકના પાર્ટનર માનીએ છીએ. હુ આ યાત્રાને ડેનમાર્ક-ભારત દ્વિપક્ષીય સંબંધો માટે સીમાચિહ્ન તરીકે જોવુ છુ. પીએમ ફ્રેડરિકસન પોતાની ત્રણ દિવસીય યાત્રા પર ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે અને પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે.
વડા પ્રધાન મેટે ફ્રેડરિકસેન પીએમ મોદીની સાથે ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણો પર ચર્ચા કરશે. ભારત-ડેનમાર્કની વચ્ચે વાતચીત દરમિયાન તકનીકી અને વ્યવસાય સહયોગ સંબંધિત મુદ્દાની સાથે-સાથે પુરુલિયા શસ્ત્ર કૌભાંડના આરોપી કિમ ડેવીના પ્રત્યર્પણનો મુદ્દો પણ હશે. કોરોના સમયગાળા દરમિયાન છેલ્લા 20 મહિના દરમિયાન વડા પ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત છે.

ડેનમાર્કના વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ

સવારે 9:30 વાગે રાજઘાટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે

સવારે 10.10 વાગે હોટલ આઈટીસી મૌર્યામાં વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર સાથે મુલાકાત કરશે

સવારે 11.30 વાગે હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે

બપોરે 12.30 વાગે હૈદરાબાદ હાઉસમાં કરારનુ આદાન પ્રદાન અને પ્રેસ સ્ટેટમેન્ટ થશે

સાંજે 4.45 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે

પીએમ ફ્રેડરિકસેન રવિવારે આગ્રામાં તાજમહેલની મુલાકાત કરશે
ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન રવિવારે તાજમહેલ અને આગ્રા કિલ્લાની મુલાકાત કરશે. તેમના પ્રવાસના કારણે રવિવારે સવારે તાજમહેલ અને આગ્રા કિલા પર્યટકો માટે બંધ કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધીક્ષણ પુરાતત્વવિદે શુક્રવારે તાજ અને કિલા બંધ કરવાની સૂચના જારી કરી. જે અનુસાર રવિવારે સવારે 8:30 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી તાજમહેલ પર્યટકો માટે બંધ રહેશે, જ્યારે આગ્રા કિલાને સવારે 9.50 વાગ્યાથી 11.50 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ડેનમાર્કના વડાપ્રધાન આજે રાતે ખાસ વિમાનથી સીધા ખેરિયા એરપોર્ટ પર પહોંચશે, જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.