GUJARAT

અમદાવાદમાં નવનિર્મીત 5 બ્રિજના નામકરણ, શહેરના સૌથી લાંબા બ્રિજનું નામ સ્વ.સુષ્માસ્વરાજ તો જાણો અન્ય બ્રિજના નામ?

 419 Total Views

કોરોના કાળ વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આજે નવા બ્રિજના નામકરણ કરાયા છે. અમદાવાદમાં નવનિર્મીત 5 બ્રિજના નામ કરવામાં આવ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં અંજલી પાસે બનેલા બ્રિજનું સ્વ.સુષ્માસ્વરાજ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદના સૌથી લાંબા બ્રિજ એવા અંજલી બ્રિજને સ્વ.સુષ્માસ્વરાજ નામ આપવામાં આવ્યું છે.

આ સિવાય શહેરના રાણીપ વિસ્તારમાં બનેલા રેલવે ફાટક પાસે આવેલા બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત બ્રિજ રાખવામાં આવ્યું છે. ઈન્કટેક્સ પર બનેલા બ્રિજને સ્વ. અરૂણ જેટલીનુ નામ આપવામાં આવ્યું છે, જ્યારે બાપુનગરના બ્રિજને મહારાણા પ્રતાપ નામ અપાયું છે અને છેલ્લે પાંચમા અને છેલ્લા હાટકેશ્વર પાસે બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.