International

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ નાગરાજ નાયડુ એ સુરક્ષા પરિષદમાં કહ્યું કે,

 1,254 Total Views

સોમવારે ભારત (India) એ સંયુક્ત રાષ્ટ્ર (United Nation)ની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન (Pakistan)નું નામ લીધા વિના કહ્યું હતું કે વૈશ્વિક સ્તર પર જે દેશોને આતંકવાદનો પ્રાયોજક મનાય છે તેમને કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic)નો ઉપયોગ આતંકવાદીઓની ભરતી અને ઘૂસણખોરીની ગતિવિધિઓ માટે કર્યો જેથી કરીને ‘આતંકનું ઝેર’ ફેલાવી શકાય.

તેની સાથે જ ભારતે કહ્યું હતું કે ભારત અને અન્ય દેશોએ વૈશ્વિક આરોગ્ય સંકટના આ યુગમાં રસીકરણ ઝુંબેશ ચલાવી અને અન્ય લોકોને મદદ કરી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ નાગરાજ નાયડુ (Nagaraj Naidu)એ સુરક્ષા પરિષદમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા: 2532 ઠરાવના અમલીકરણ’ અંગેની બેઠકને સંબોધન કરતાં આ વાત કહી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ નાગરાજ નાયડુએ કહ્યું હતું કે, ‘જ્યાં ભારત જેવા દેશોએ મહામારી દરમ્યાન રસીકરણ ઝુંબેશ હાથ ધરી છે અને અન્યની મદદ કરી છે, ત્યાં એવા દેશો છે જે આતંકવાદને ટેકો આપે છે અને નફરતની વાતો કરે છે તથા ખોટા પ્રચારમાં રોકાયેલા છે.

Leave a Reply

Your email address will not be published.