Tech

દુનિયાભરમાં ફિલ્મો થિયેટરની જગ્યાએ ઑનલાઇન પ્લેટફૉર્મ્સ પર રીલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મોને ડાઉનલોડ કરવા માટે ત્રણ ઑપ્શન છે…

 324 Total Views

કોરોના વાયરસના કારણે લોકો પોતાના ઘરેથી નીકળવાનું ટાળી રહ્યા છે. લોકો માટે ઘરે બેસીને ફિલ્મો અને વેબ સીરીઝ અથવા ટીવી શૉ એન્ટરટેઇનમેન્ટનું સૌથી સારું ઑપ્શન બની ગયા છે. આવામાં દુનિયાભરમાં ફિલ્મો થિયેટરની જગ્યાએ ઑનલાઇન પ્લેટફૉર્મ્સ પર રીલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મોને ડાઉનલોડ કરવા માટે ત્રણ ઑપ્શન છે.

ફ્રી મૂવી ડાઉનલૉડ સાઇટ્સનો કરો ઉપયોગ

તમે ઇચ્છો તો Vimeo અથવા YouTube જેવી ફ્રી મૂવી સાઇટ્સથી ડાઉનલોડ કરી શકો છો. બીજું ઑપ્શન છે Torrentsનો ઉપયોગ કરીને પણ ફિલ્મો ડાઉનલોડ કરી શકો છો. ત્રીજી રીત છે ઑન-ડિમાન્ડ સર્વિસ. તાજેતરમાં ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર ‘દિલ બેચારા’, ‘શકુંતલા દેવી’, ‘લૂટકેસ’, ‘ગુંજન સક્સેના’, ‘ખુદા હાફિઝ’ અને ‘સડક-2’ જેવી ફિલ્મો રીલીઝ થઈ છે. જો આ ફિલ્મોને જોવા ઇચ્છો છો તો સૌથી પહેલી રીત ફ્રી મૂવી ડાઉનલૉડ સાઇટ્સ છે.

કઈ રીતે ડાઉનલૉડ કરશો ફિલ્મ?

આ માટે Vimeo અથવા YouTube જેવી ફ્રી મૂવી સાઇટ્સ ઑપન કરો. સ્ક્રીન પર સૌથી ઉપર Search Bar નજર આવશે. આમાં પોતાની પસંદની ફિલ્મનું નામ લખો અને સર્ચ ટેબ પર ક્લિક કરો. જો ફિલ્મની સાથે ડાઉનલોડનું ઑપ્શન જોવા મળે તો તેના પર ક્લિક કરો. ત્યારબાદ મૂવી ક્વોલિટી અને ફૉર્મેટ સિલેક્ટ કરીને ડાઉલોડ પર ક્લિક કરો. ઑનલાઇન ડિમાન્ડ સર્વિસ માટે સબ્સક્રિપ્શન વેબસાઇટ પર જાઓ. પછી ત્યાં એકાઉન્ટ બનાવો.

ફૉર્મેટ સીલેક્ટ કરીને ડાઉનલૉડ કરો

કેટલીક સ્ટ્રીમિંગ સર્વિસિસ ફ્રી ટ્રાયલ ઑફર કરે છે, પરંતુ આ માટે પણ યૂઝર્સે ચુકવણી કરવાની હોય છે. ફિલ્મો શોધવા માટે હોમપેજને એક્સપ્લોર કરી શકો છો અથવા સીધા સર્ચ ફંક્શનનો ઉપયોગ પણ કરી શકો છો. પોતાની પસંદગીની ફિલ્મો મળે તો જુઓ કે ડાઉનલોડ કરવાનું ઑપ્શન છે કે નહીં. ડાઉનલોડ કરી શકનારું કન્ટેન્ટ લગભગ HD Format અને 4K UHDમાં ઉપલબ્ધ રહે છે. ફૉર્મેટ સીલેક્ટ કર્યા બાદ ડાઉનલોડ પર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published.