GUJARAT

અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 13થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા હજૂ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે.

 1,500 Total Views

અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 13થી વધુ નિર્દાેષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા ત્યારે હજૂ પણ વડોદરાનુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. શહેરમાં આવેલી 115 કોવિડ હોસ્પિટલ પૈકી માત્ર 26 હોસ્પિટલ પાસે જ ફાયરનુ ફાઈનલ એનઓસી છે, જ્યારે ગોત્રી જીએમઈઆરએસ, રેલવે હોસ્પિટલ, ગોત્રી ઈએસઆઈ સહિતની સરકારી અને ખાનગી મળીને 89 હોસ્પિટલો પાસે ફાઈનલ ફાયર એનઓસી જ નહીં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. ન કરે નારાયણ અને અગ્નિકાંડ સર્જાઈ જાય તો જવાબદારી કોણ સ્વિકારશે? તે એક સંગીન સવાલ છે. આ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓની સુરક્ષાનુ શું ? તે તંત્ર કેમ વિચાર કરતુ નથી ? શું તંત્ર ઘોડા છૂટયા પછી તબેલાને તાળુ મારવા નીકળશે ?

ગત તા. 17મી માર્ચના રોજ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. એ પછી તો કોરોનાના નામે હોસ્પિટલોએ લૂંટફાટ જ શરૃ કરી દીધી હતી. સમય જતા કોવિડ હોસ્પિટલો વધારાઈ અને પછી તો આડા દિવસે જ્યાં દર્દીઓ ફરતા પણ ન હતા તે ક્લીનીકો અને હોસ્પિટલોમાં દર્દીઓ વધવા લાગ્યા હતાં.

શહેરમાં 115 જેટલી કોવિડ હોસ્પિટલો રજિસ્ટર છે. અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયા પછી શહેરની સરકારી હોસ્પિટલ એસએસજીના કોરોના વોર્ડમાં આગ લાગી હતી. જોકે, સદ્નશીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. એ પછી રાજકોટની હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાઈ ગયો તેમ છતાં પણ હજૂ વડોદરાનુ તંત્ર કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવતુ નથી.

વિશ્વાસપાત્ર સુત્રોએ કહ્યું હતું કે, શહેરની સયાજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો મળીને 26 હોસ્પિટલોએ ફાયરનુ ફાઈનલ એનઓસી લીધુ છે, જોકે, ગોત્રી મેડિકલ હોસ્પિટલ, ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ, પ્રતાપનગર ખાતેની ડિવીઝનલ રેલવે હોસ્પિટલ સહિતની સરકારી અને ખાનગી મળીને 89 હોસ્પિટલો પાસે ફાયરનુ ફાઈનલ એનઓસી નહીં હોવાની ચોેંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

115 કુલ કોવિડ હોસ્પિટલ શહેરમાં કાર્યરત

47 હોસ્પિટલ ફાઈનલ એનઓસી માટે ઉણુ ઉતર્યુ
07 કોવિડ હોસ્પિટલે પ્રોવિઝન એનઓસી પણ હજૂ નથી લીધી
30 હોસ્પિટલ પાસે માત્ર પ્રોવિઝન એનઓસી છે
03 હોસ્પિટલની ફાઈનલ એનઓસીની કાર્યવાહી પેન્ડીંગ
26 હોસ્પિટલ પાસે જ ફાઈનલ એનઓસી છે

આ હોસ્પિટલો ફાયર સિસ્ટમથી સજ્જ

સયાજી હોસ્પિટલ, અકોટાની અમૃત હોસ્પિટલ, તરસાલી રોડની અનુકૃતિ હોસ્પિટલ, પોલોગ્રાઉન્ડની આર્િશવાદ, ઓપી રોડની બેન્કર્સ હોસ્પિટલ, ગોરવાની ભાઈલાલ અમીન હોસ્પિટલ, કારેલીબાગની ભુમી, ગોત્રી રોડની દેવ મેડિકલ હોસ્પિટલ, જેતલપુર રોડની ગુજરાત કિડની હોસ્પિટલ, અટલાદરાની જ્યુપીટર, કારેલીબાગની કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, ફતેગંજની નરહરિ, પ્રોડક્ટિવીટી રોડની નવજીવન ર્નિંસગ હોમ, આજવા- નિમેટા રોડની પાયોનિયર, સોમા તલાવ ખાતે રાધા મલ્ટીસ્પેશિયાલીટી, સમા- સાવલી રોડની રિધમ હાર્ટ ઈન્સ્ટીટયૂટ, છાણીની સત્યમ હોસ્પિટલ, પરિવાર ચોકડી ખાતેની સવિતા હોસ્પિટલ, માંજલપુરની સનસાઈન ગ્લોબલ અને બેન્કર હાર્ટ સ્પેશીયાલિટી હોસ્પિટલ, સિંધવાઈ માતા રોડની સ્પંદન, આઈનોક્સ પાસે ર્સ્ટિંલગ, અકોટાની શુભેચ્છા મલ્ટીસ્પેશિયાલિટી, ગેંડા સર્કલ પાસેની ટ્રાયકલર, વડસરની યુનિટી હોસ્પિટલ અને અટલાદરાની વેલ કેર હોસ્પિટલે ફાઈનલ એનઓસી લીધેલુ છે. જ્યારે વારસીયા રીંગની પ્રેમદાસ જલારામ હોસ્પિટલ, કલાલીની રામક્રિષ્ન પરમહંશ હોસ્પિટલ અને પાણીગેટ ખાતેની શ્રીજી હોસ્પિટલે ફાઈનલ એનઓસી માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

ફાઈનલ NOC માટે કોઈ કાર્યવાહી જ નહીં

– સુશેન તરસાલી રોડ પરની અદિતી અને લાઈફ લાઈન હોસ્પિટલ.
– ન્યૂ વીઆઈપી રોડની આયુષા મલ્ટીસ્પેશિયાલીટી,
– ઉમા ચાર રસ્તા પાસે આનંદ મેડિકલ ર્નિંસગ હોેમ,
– માંજલપુર તુલસીધામ ચોકડી પાસે અનુરામ હોસ્પિટલ,
– કારેલીબાગની ઈન્ફેક્સીયસ ડીસીસ હોસ્પિટલ, બ્રેથવેલ ચેસ્ટ હોસ્પિટલ અને સુકન મલ્ટી. હોસ્પિટલ.
– હરણી ગદા સર્કલ પાસેની જયનીલ હોસ્પિટલ,
– અકોટાની બરોડા ચેસ્ટ હોસ્પિટલ, સનફાર્મા એડવાન્સ રિસર્ચ સેન્ટર અને ધ ચિલ્ડ્રન હોસ્પિટલ.
– રીલાયન્સ ઈન્ડ. લિ. ખાતેની કેપ્ટીવ કોવિડ કેર સેન્ટર,
– ગોરવાની આનંદ મલ્ટી સ્પેશિયાલીટી, કેર હોસ્પિટલ અને શ્રીજી ક્લીનીક એન્ડ હોસ્પિટલ
– પાણીગેટની ચિરંજીવ ચિલ્ડ્રન હોસ્પિટલ,
– આજવા રોડની દુર્વા હોસ્પિટલ અને સ્વસ્તિક હોસ્પિટલ એન્ડ પોલી ક્લિનીક
– આર્યુવેદીક ચાર રસ્તા પાસેની ગેલેક્ષી મલ્ટીસ્પેશિયાલીટી,
– સનફાર્મા રોડની ગેલેક્ષી મલ્ટીસ્પેશિયાલીટી,
– મકરપુરાની ગાયત્રી ર્નિંસગ હોમ,
– ન્યૂ સમા રોડની ગોપીનાથજી હોસ્પિટલ,
– વિશ્વામિત્રી બ્રીજ પાસેની ઈન્દુદીપ મલ્ટીસ્પેશિયાલીટી,
– ગોયાગેેટની કષ્ટભંજન હોસ્પિટલ,
– ગુરુકુલ ચોકડીની ક્રિષ્ના હોસ્પિટલ અને સંમવેદન મેડિકલ હોસ્પિટલ,
– લક્ષ્મીપુરા રોડની ક્રિષ્નમ મલ્ટીસ્પેશિયાલીટી,
– કલાદર્શન પાસેની મહાવીર મલ્ટીસ્પેશિયાલીટી,
– માણેજા ખાતેની મકરપુરા હોસ્પિટલ
– ગોત્રીની મોદી નર્રિંસગ હોમ અને યુનિટી હોસ્પિટલ.
– વાસણા ભાયલી રોડની નંદ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પ્રા.લી.
– સુભાનપુરાની રિશભ ર્નિંસગ હોમ અને સહયોગ મેડિકલ સેન્ટર,
– છાણીની રૃદ્રાક્ષ મેડિકલ એન્ડ આયકેર અને શ્રીજી હોસ્પિટલ.
– સંગમ ખાતેની સંગમ હોસ્પિટલ અને શ્રીજી હોસ્પિટલ.
– સોમા તલાવ પાસેની શ્રી હોસ્પિટલ એન્ડ આઈસીયુ
– ડભોઈ રોડની શ્રી જગદીશ હોસ્પિટલ,
– જૂના પાદરા રોડની શ્રી વ્રજ હોસ્પિટલ
– ઈલોરાપાર્કની સ્વાસ્થ્ય હોસ્પિટલ
– પાણીગેટની વલ્લભ ર્નિંસગ હોમ,
– બાપોદની વૃંદાવન હોસ્પિટલ એન્ડ આઈસીયુ,
– વાઘોડિયા રોડની શ્રીનાથજી હોસ્પિટલ,
– સુરસાગર પાસેની સિદ્ધી આઈસીયુ એન્ડ હોસ્પિટલ

આ હોસ્પિટલો પાસે તો પ્રોવિઝન NOC પણ નથી

ઓપી રોડની અક્ષર મલ્ટીસ્પેશિયાલીટી અને કલ્પના ગૃપ ઓફ હોસ્પિટલ, વાઘોડિયા રીંગ રોડની સિટીઝન હોસ્પિટલ, ખોડિયારનગર પાસેની દેવાત્મા અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ, ગોત્રી તળાવ પાસેની પટેલ હોસ્પિટલ અને ફતેગંજની સિધાર્થ હોસ્પિટલ પાસે પ્રોવિઝન એનઓસી પણ નથી. તે માટે તજવીજ કરાઈ રહી હોવાનુ જાણવા મળે છે.

૩૦ હોસ્પિટલે માત્ર પ્રોવિઝન NOC લઈને જાન છોડાવી

ગોત્રી GMERS હોસ્પિટલ, ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ, પ્રતાપનગરની ડિવીઝનલ રેલવે હોસ્પિટલ, અટલાદરાની બાપ્સ હોસ્પિટલ, અમન હોસ્પિટલ, પાણીગેટની ફેઈથ હોસ્પિટલ, વાઘોડિયા રોડની બાલાજી હોસ્પિટલ, બરોડા લાઈફ લાઈન હોસ્પિટલ, કેર મલ્ટી સ્પેશિયાલીટી એન્ડ ટ્રોમા સેન્ટર, જાન્વી ર્નિંસગ હોમ, શ્રીજી હોસ્પિટલ,સંનિધી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, કે.કે. હોસ્પિટલ, ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ, લાઈફ કેર હોસ્પિટલ જ્યારે લક્ષ્મીપુરા તળાવ પાસેની જીવન હોસ્પિટલ, વારસિયા રીંગ રોડની કલાવતિ હોસ્પિટલ, પાણીગેટની મુસ્લિમ મેડિકલ સેન્ટર, વાસણા રોડની મંગલમ હોસ્પિટલ, હરણીની મેટ્રો હોસ્પિટલ, સિંધવાઈ માતા રોડની રેસ્પીકેર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સુભાનપુરાની શાંતિ સુમન હોસ્પિટલ, રાવપુરાની શ્રી મારૃતિ સર્જીકલ હોસ્પિટલ, માંડવીની શ્રી વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલ, માણેજાની શ્રીજી હોસ્પિટલ, વાસણા ભાયલી રોડની વિહાન હોસ્પિટલ, છાણીની વિકલ્પ હોસ્પિટલ, માંજલપુરની શ્રી વ્રજ હોસ્પિટલ, સનફાર્મા રોડની સ્નેહ મલ્ટીસ્પેશિયાલીટી અને આજવા રોડની સ્પર્શ હોસ્પિટલે માત્ર પ્રોવિઝન એનઓસી લીધુ છે.

Leave a Reply

Your email address will not be published.