GUJARAT

કરણી સેનાના સભ્યો મુંબઈ પહોંચી મુંબઈ ટર્મિનલથી કંગના રણાવતને તેમના ઘર સુધી સુરક્ષા આપવા માટે રવાના થયા હતા….

 862 Total Views

બૉલીવુડ અભિનેત્રી કંગના રણાવતને શિવસેના દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેને લઈને ગૃહમંત્રાલય તરફથી અભિનેત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. શિવસેના દ્વારા અપાયેલી ધમકી બાદ દક્ષિણ ગુજરાત રાષ્ટ્રીય કરણી સેનાના સૈનિકો પણ હરકતમાં આવી ગયા છે અને તેઓ કંગનાને મુંબઇમાં સુરક્ષા આપવા ગુજરાતથી મહારાષ્ટ્ર જવા રવાના થયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજ રોજ દક્ષિણ ગુજરાત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સુરત, વલસાડ, વાપી અને દમણથી 60થી વધુ ગાડીઓમાં સુરત કરણી સેના અધ્યક્ષ પ્રતાપસિંહ દહીંયાંના નેતૃત્વ હેઠળ આશરે 400થી વધુ કરણી સેનાના સભ્યો આજરોજ મુંબઈ માટે જવા રવાના થયા છે. કરણી સેનાના સભ્યો મુંબઈ પહોંચી મુંબઈ ટર્મિનલથી કંગના રણાવતને તેમના ઘર સુધી સુરક્ષા આપવા માટે રવાના થયા હતા. મોટી સંખ્યામાં કરણી સેનાના સભ્યો વલસાડ ખાતે ભેગા થયા હતા. સુરત, નવસારી, વલસાડ અને વાપીના લોકો મળી આજરોજ તેઓ મુંબઈ જવા રવાના થયા છે અને શિવસેના અને મહારાષ્ટ્ર સરકારની તેમજ કંગનાનો જે વિવાદ છે જેમાં કંગનાને કરણી સેના સપોર્ટ કરશે.

સુરતથી નીકળેલી કરણી સેનાનું વલસાડમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. વલસાડમાં દક્ષિણ ગુજરાતના કરણી સેનાના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જેઓ અહીંથી મુંબઈ એરપોર્ટ પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે દેશભરમાં સૌની નજર મુંબઈ પર છે. કારણ કે, અભિનેત્રી કંગના રનૌત 9 સપ્ટેમ્બરે મુંબઈ આવવાની છે. શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) સાથેના શાબ્દિક યુદ્ધ બાદ આજે અભિનેત્રી મુંબઈ (Welcome to Mumbai) આવવા નીકળી છે. ત્યારે તેની સુરક્ષા પર મોટો સવાલ ઉભો થયો છે. પરંતુ સુરતથી કરણી સેનાના યુવાનો તેની સુરક્ષા માટે મુંબઈ જવા રવાના થયા છે. કરણી સેનાના લોકો આજે મુંબઈ એરપોર્ટ પહોંચીને કંગના રનૌતની સિક્યુરિટી કરશે.

Leave a Reply

Your email address will not be published.