865 Total Views
નડિયાદ-શુક્રવારઃ-ગુજરાત સરકારશ્રી દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં બીપીએલ કુટુંબના લાભાર્થીને સ્વરોજગારી માટે ૨૭ પ્રકારની વ્યવસાય માટેની ટુલ કીટ આપવાની જોગવાઇ છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટે આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડા જિલ્લાના બીપીએલ રેશન કાર્ડ ધારક કુટુંબના ૦-૧૬ સ્કોર ધરાવતા લાભાર્થીઓને ગ્રામ્ય વિસ્તાર માટે જે તે તાલુકાના તાલુકા પંચાયત કચેરી દ્વારા તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓને નગરપાલિકા દ્વારા જ અરજી ફોર્મ વિતરણ કરવામાં આવશે.
આ ભરેલા ફોર્મ નડિયાદની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી મારફતે જ સ્વીકારવામાં આવશે આ સિવાય ટપાલ મારફતે કે રૂબરૂમાં અન્ય કચેરીમાં અરજી ફોર્મ બાબતે સંપર્ક કરવાનો રહેશે નહિ.