Bollywood

Live: રિયા, શોવિક અને સુશાંતના સ્ટાફને પૂછપરછ કરી રહી છે CBIની અલગ-અલગ ટીમ

 524 Total Views

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇની તપાસ યથાવત છે. સીબીઆઇની ટીમ 8માં દિવસે તપાસ માટે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી ચુકી છે. તમામ અપડેટ્સ માટે વાંચતા રહો..

– સુશાંત સિંહ રાજપૂત કેસમં NCB તપાસ કરી શકે છે.
– રિયા અને તેના ભાઇ શોવિકને આજે NCB સમન્સ મોકલી શકે છે.
– આજે સીબીઆઇની ત્રણ ટીમ પૂછપરથ કરી રહી છે.
– પહેલી ટીમ નીરજ, સિદ્ધાર્થ પિઠાણી, સૈમુઅલ મિરાંડાથી પૂછપરછ કરી રહી છે.
– બીજી ટીમ CBI SIT ના એસપી રિયાથી પૂછપરછ કરી રહી છે.
– ત્રીજી ટીમ રિયાના ભાઇ શોવિકથી પૂછપરછ કરી રહી છે.
– અન્ય સાક્ષી સાથે રિયાને આમને-સામને બેસાડીને પણ પૂછપરછ થઇ શકે છે.
– રિયાની સાથે 14 જૂને હાજર મુખ્ય સાક્ષીઓની પણ સીબીઆઇ પૂછપરછ કરશે, જેમા સિદ્ધાર્થ પિઠાણી, સૈમુઅલ મિરાંડા, નીરજ, કેશવ, દીપેશ પણ સામેલ છે.
– સીબીઆઇએ આજે રિયાને સમન્સ મોકલ્યો છે.
– આ વચ્ચે સેમુઅલ મિરાંડા ડીઆરડીઓ પહોંચી ચુક્યા છે. આ મામલે ઘણા મોટા ખુલાસા થઇ ચુક્યા છે.
– સીબીઆઇ સિવાય ઇડી પણ આ મામલે તપાસ કરી રહી છે.

સાથે જ આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી વિરુદ્ઘ નારકોટિક્સ બ્યુરોએ પણ કેસ નોંધ્યો છે. શુક્રવારે રિયાના ભાઇ શૌવિકથી ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરવામાં આવી હતી. આ વચ્ચે ફોરેન્સિક પુરાવા એકઠા કરવાની તેમની તપાસ માટે દિલ્હી પરત ફરી હતી.

સુશાંત કેસની મુખ્ય આરોપી રિયાથી આજે સીબીઆઇ પૂછપરછ કરશે. સમન્સ મળ્યા બાદ રિયા ડીઆરડીઓ માટે રવાના થઇ ચુકી છે. આ વચ્ચે સુશાંત સાથે ફ્લેટમાં રહેનાર સિદ્ધાર્થ પિઠાણી પણ સીબીઆઇ પાસે પહોંચી ચુક્યા છે.

આ વચ્ચે રિયાની સાથે કામ કરના સૈમુઅલ મિરાંડા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી ચુક્યા છે. સૈમુઅલથી પહેલા પણ પુછપરછ થઇ ચુકી છે. રિયાને સમન્સ મોકલવામાં આવ્યો છે. તેને આજે પુછપરછ થઇ શકે છે. સીબીઆઇ કેસના મુખ્ય સાક્ષી સિદ્ધાર્થ પિઠાણી અને કુક નીરજથી અનેક રાઉન્ડ પૂછપરછ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.