Bollywood India

કરણ-શાહરૂખે વાહિયાત ચાલ રમીને આ અભિનેત્રીને ફિલ્મમાંથી કાઢી આલિયાની એન્ટ્રી કરાવી!

 1,533 Total Views

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી બોલિવૂડમાં નેપોટિઝમનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ચર્ચા પછી કરણ જોહર સાથે સ્ટાર્સકિડ્સને પણ લોકો ગાળો ભાંડી રહ્યા છે. આલિયા ભટ્ટ પણ લોકોના નિશાને આવી હતી. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘હાઇવે’, ‘રાઝી’, ‘ઉડતા પંજાબ’ અને ગલી બોય જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવનાર આલિયા ફરી એક વખત સગાવાદના મુદ્દે લોકોના નિશાને આવી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આલિયા ભટ્ટ પોતે પણ કબૂલ કરી રહી છે કે ફિલ્મ ‘ડિયર જિંદગી’માં બીજી અભિનેત્રીને રિપ્લેસ કરીને તેની જગ્યાએ તેણે એન્ટ્રી લીધી હતી. રાજીવ મસંદે આલિયાનું એક એક ઇન્ટરવ્યુ લીધો. આ મુલાકાતમાં આલિયાને પૂછવામાં આવ્યું હતું કે ‘ડિયર જિંદગી’ ફિલ્મ માટે કોઈ અન્ય અભિનેત્રીની પસંદગી કરવામાં આવી હતી? ત્યારબાદ શાહરૂખ ખાન અને કરણ જોહર દિગ્દર્શક ગૌરી શિંદેને ખાતરી આપી કે જે અભિનેત્રી પસંદ કરવામાં આવી એ ફિલ્મની માંગ પ્રમાણે યુવાન નહીં દેખાય.

પ્રશ્નનો જવાબ આપતી વખતે આલિયા ભટ્ટે પણ સ્વીકાર્યું કે, આ ફિલ્મ માટે બીજી અભિનેત્રીની પસંદગી હતી. પછી શું થયું તેના વિશે મને ખબર નથી. આલિયાએ કહ્યું કે, કદાચ તે સમયે હું વધારે યુવાન દેખાતી હોઈશ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ‘ડિયર જિંદગી’માં કેટરીના કૈફ વિશે પણ ચર્ચાઓ થઈ હતી. પરંતુ શાહરૂખ ખાન અને કરણ જોહરના કહેવાથી ફિલ્મની ડાયરેક્ટર ગૌરી શિંદેએ આલિયાને પોતાની ફિલ્મમાં લીધી.

Leave a Reply

Your email address will not be published.