India

શિવરાજ કેબિનેટમાં દબદબા બાદ સિંધિયાનો કૉંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ટાઇગર અભી જિંદા હૈ

 454 Total Views

મધ્ય પ્રદેશમાં કેબિનેટ વિસ્તરણમાં કૉંગ્રેસથી બીજેપીમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનો દબદબો જોવા મળ્યો છે. 28 મંત્રીઓની યાદીમાં 11 મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનાં સમર્થક મંત્રી બન્યા છે. મંત્રીઓનાં શપથ ગ્રહણ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મંત્રીમંડળનું નહીં, આ જનસેવકોનું ગઠન છે. તો કૉંગ્રેસ પર નિશાન સાધતા સિંધિયાએ કહ્યું કે, “જે લોકો મારી છબિ ઝાંખી કરવાનો પ્રયત્ન કરે છે તેઓ જાણી લે, ટાઇગર અભી જિંદા હૈ. મધ્ય પ્રદેશની જનતા માટે હંમેશા સિંધિયા પરિવાર સમર્પિત રહ્યો છે. ચાહે રાજમાતા હોય અથવા મારા પિતાજી (માધવરાવ). ન્યાયનો રસ્તો અપનાવવો, સત્યનો રસ્તો અપનાવવો હંમેશા સિંધિયા પરિવારનો સંકલ્પ અને પ્રણ રહ્યું છે.”

શિવરાજ સિંહની કરી ભરપુર પ્રશંસા

કમલનાથ સરકાર પર નિશાન સાધતા સિંધિયાએ કહ્યું કે, “15 મહિનામાં ભ્રષ્ટાચારની સ્થિતિ રહી આ દરમિયાન પ્રદેશને સંપૂર્ણ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થતો રહ્યો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે શિવરાજ સિંહ ચૌહાણની આગેવાનીમાં જનસેવકોની ટીમ આખા મધ્ય પ્રદેશને રાષ્ટ્રપટલ પર સ્થાપિત કરવા માટે સમર્પિત થશે. 100 દિવસમાં જે રીતે શિવરાજ સિંહે કોરોનાનો સામનો કર્યો છે, તેને રોકવાનો પ્રયત્ન કર્યો છે, એ કોરોના માટે કમલનાથે એક પણ બેઠક નહોતી કરી પોતાના કાર્યકાળમાં. આજે હું શિવરાજ સિંહને સાધુવાદ કરવા ઇચ્છુ છું કે આ મુશ્કેલીમાં એકલા હોવા છતા પણ કોરોનાનો સામનો કર્યો, ખેડૂતોનાં હિતમાં કામ કર્યું.”

પોતાને રાજા-મહારાજા સમજે એવા આદમીની આજે નથી જરૂર

સિંધિયાએ કહ્યું કે, “આજે આપણે એવો આદમી નથી જોઇતો જે સિંહાસન પર બેસે, પોતાને રાજા-મહારાજા સમજે. આપણે શિવરાજ સિંહ ચૌહાણ જેવો જનસેવક જોઇએ. કૉંગ્રેસની સરકારે 15 મહિનાઓમાં ક્ષેત્રનાં વિસ્તાર માટે એક પણ રૂપિયા નથી આપ્યા. હવે મધ્ય પ્રદેશમાં વિકાસની ઝડપ ચાલશે.” કોરોના વાયરસને હરાવીને આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, “આ ઘાતક બીમારી છે, કોઈ ચાન્સ ના લો. હું આને ભોગવીને આવ્યો છું.”

મધ્ય પ્રદેશનાં વિકાસમાં કોઈ જ કસર નહીં છોડવામાં આવે

સિંધિયાએ કહ્યું કે, “કેટલુંક સંતુલન રાખવું પડશે. હું એ વિશ્વાસ અપાવું છું કે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મારી તરફથી અથવા શિવરાજ સિંહ જી તરફથી અથવા કેન્દ્રમાં મંત્રી નરેન્દ્ર સિંહ, ફગન સિંહ, થાવર ચંદ, પ્રહલાદ પટેલ સહિત તમામ લોકો તરફથી વિશ્વાસ અપાવું છું કે મધ્ય પ્રદેશનાં વિકાસમાં કોઈ ઉણપ નહીં રહે.” સિંધિયાએ કહ્યું કે, “કોરોનાનાં કાળમાં મે ભોજનનાં પેકેટનું વિતરણ કર્યું. મે પોતાની રીતે શિવરાજ સિંહ ચૌહાણને પૈસા આપ્યા. 100-100 લોકોને બીજા રાજ્યમાંથી મધ્ય પ્રદેશ લાવ્યા, પરંતુ કૉંગ્રેસ શું કરી રહી હતી? જનતા મહામારીનો સામનો કરી રહી હતી અને કૉંગ્રેસ પોતાની જ મહામારીમાં ફસાયલી હતી.”

Leave a Reply

Your email address will not be published.