GUJARAT

અમદાવાદ શહેરના તમામ બસરૂટો પર દોડતી થઈ જશે.

 505 Total Views

અમદાવાદ શહેરમાં કોરોનાની તીવ્રતા ઘટતા રાજ્ય સરકારના આદેશ મુજબ આજે તા. 10મી સપ્ટેમ્બરથી જ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસની બસો લોકડાઉન પહેલાંની પૂર્વવત્ સ્થિતિ મુજબ શહેરના તમામ બસરૂટો પર દોડતી થઈ જશે. એટલે કે, પૂર્વ વિસ્તારની બસો પશ્ચિમ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારના રૂટોની બસ પૂર્વ વિસ્તારમાં દોડતી થઈ જતાં બસ પ્રવાસીઓ મોટી રાહત અનુભવતા થઈ જશે.

શહેરના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ગાઇડલાઇન અનુસાર પચાસ ટકા કેપેસિટી સાથે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસની 149 રૂટ પરની કુલ 700 જેટલી બસોનો કાફલો તથા બીઆરટીએસના 13 રૂટો પર 222 જેટલી બસોનો કાફલો આજથી (ગુરુવાર) સવારના 6થી રાત્રિના 11 વાગ્યા સુધી શહેરના તમામે તમામ રૂટ પરના માર્ગો પર ધમધમતા કરી મૂકશે.કોરોનાની મહમારીને કારણે લોકડાઉન બાદ અનલોક-1 બાદ મ્યુનિ. બસો પૂર્વના વિસ્તારમાં જ અને પશ્ચિમના વિસ્તાર પૂરતી જ દોડતી હતી. તેનો હવે અંત આવતા પૂર્વના પ્રવાસીઓ પશ્ચિમમાં તથા પશ્ચિમના પ્રવાસીઓ પૂર્વની બસમાં આરામથી પ્રવાસ કરી શકશે.

મ્યુનિ. બસસેવાના પ્રવકતાના જણાવ્યા અનુસાર મ્યુનિ. બસ તથા બીઆરટીએસમાં પ્રવાસ દરમિયાન ફરજિયાત પણે માસ્ક પહેરવું પડશે. બસસ્ટોપ સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. બસની અંદર સીટોની કેપેસિટી મુજબ 50 ટકા સીટમાં જ બેસવાનું રહેશે. સ્ટેન્ડિંગ પ્રવાસી લેવામાં આવશે નહીં પ્રવાસીએ પ્રવાસ દરમિયાન પોતાના હાથ સેનિટાઇઝ કરવાના રહેશે.

સરકારી ગાઇડલાઇન અનુસાર ઓટો રિક્ષામાં માત્ર બે પેસેન્જર મુસાફરી કરી શકશે. આ ઉપરાંત કેબ-ટેક્સીમાં બે મુસાફર પ્રવાસ કરી શકશે, જો સીટિંગ કેપેસિટી 6 કે તેથી વધુ હશે તો ડ્રાઈવર સહિત અન્ય ત્રણ મુસાફરી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published.