GUJARAT

છોટા ઉદેપુર જિલ્લામાં મનરેગા વિભાગના કૌભાંડો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે બોડેલી તાલુકાના ચૂંધેલી ખાતે વધુ એક કૌભાંડ થયું હોવાની રજુઆત,..

 974 Total Views

છોટા ઉદેપુર જિલ્લામાં મનરેગા વિભાગના કૌભાંડો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે બોડેલી તાલુકાના ચૂંધેલી ખાતે વધુ એક કૌભાંડ થયું હોવાની રજુઆત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યને ગ્રામજનોએ કરી છે.

મનરેગા યોજના ગરીબ બેરોજગારને રોજગારી આપવા માટે શરૂ કરવામાં આવી છે પરંતુ આનો દુરૂપયોગ થઈ રહ્યો છે અને ચૂંધેલી ખાતે સાધન સંપન્ન લોકોના નામના બોગસ જોબ કાર્ડ બનાવીને કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે. આ સિવાય વિકાસના કામોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ચૂંધેલીના કેટલાક ગ્રામજનોને પોતાના નામના જોબ કાર્ડ હોવાની માહિતી સુદ્ધા નથી, અને તેમના નામ મસ્ટરમાં દર્શાવીને તેમને વિવિધ કામમાં મજૂર તરીકે બતાવીને રૂપિયા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે આવા લોકોનો સંપર્ક કરતા તેઓ આ બાબતે અજાણ હોવાનું જણાવી રહ્યા છે.

આટલું ઓછું હોય તેમ સરપંચે પોતાના જ પરિવારના તમામ લોકોના જોબ કાર્ડ કાઢીને મજૂર તરીકે બતાવીને રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે અને પોતાના જ મોટાભાઈ કે જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરિકે ફરજ બજાવે છે તેઓને પણ મજૂર તરીકે બતાવીને રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે તેઓનો સંપર્ક કરતા તેઓ આ બાબતે અજાણ હોવાનું અને પોતે કોઈ નોકરી કરતા હોય મજૂરીએ ગયા નથીનું જણાવ્યું હતું.

ગામમાં બીજા અન્ય એક આશા વર્કર તરીકે ફરજ બજાવતા એક મહિલાના નામનું પણ જોબ કાર્ડ બનાવીને રૂપિયા ઉપાડી લીધા હોવાનું જાણવા મળતા તેઓનો સંપર્ક કર્યો હતો ત્યારે તેઓએ પોતે આશા વર્કર છે અને મનરેગમાં કોઈ કામ કર્યું નથી તેમ જણાવ્યું હતું.

જ્યારે સરપંચને આ સમગ્ર કૌભાંડ બાબતે પૂછતાં તેઓએ તેમના પર ખોટા આક્ષેપ કરવામાં આવતા હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે ટીડીઓ બોડેલીનો આ કૌભાંડ બાબટે થયેલ અરજી વિશે પૂછતાં તેઓએ સરકારી જવાબ આપતા તપાસ થતા બાદ કસૂરવાર સામે પગલાં ભરીશું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.