GUJARAT

International Yoga Day 2021: પીએમ મોદીએ કહ્યું- હવે વિશ્વને M-Yoga એપથી શક્તિ મળશે

 666 Total Views

યોગ ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ રહ્યા છે. યોગથી આપણી ઈમ્યુનિટી પર થઈ રહેલા સકારાત્મક પ્રભાવ પર રિસર્ચ થઈ રહ્યા છે.
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સ્વાસ્થ્ય મંત્ર આપ્યો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જણાવ્યું કે યોગ પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. સાથે જ કોરોનાકાળમાં યોગનું મહત્વ વધ્યુ છે. યોગ ટ્રેસથી સ્ટ્રેંથ સુધી લઈ જાય છે.
નેગેટિવિટીથી ક્રિએટિવીટી સુધી લઈ જાય છે અને યોગથી ઈચ્છાશક્તિ મજબુત થાય છે તેમ જણાવ્યુ હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે યુએન અને WHO સાથે મળીને યોગના વિસ્તારમાં નવુ પગલુ ભરવા જઈ રહ્યું છે. જેમાં એક એમ યોગા એપ વિકસાવવામાં આવી છે. જે એપમાં યોગના અલગ અલગ આસન અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

કોરોનાનો આ અદ્રશ્ય વાઈરસ જ્યારે વિશ્વમાં આવ્યો, ત્યારે કોઈપણ દેશ માનસિક રીતે તૈયાર ન હતો.આવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ બન્યો.

યોગ ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ રહ્યા છે. યોગથી આપણી ઈમ્યુનિટી પર થઈ રહેલા સકારાત્મક પ્રભાવ પર રિસર્ચ થઈ રહ્યા છે.

આજે મેડિકલ યોગ સાથે સાથે હીલિંગ પ્રોસેસ પણ એટલી મહત્વની છે.

Leave a Reply

Your email address will not be published.