Tech

ચાઇનાની પબજીનું સ્થાન ઇન્ડિયાની FAU-G લેશે, જાણો તમારા સ્માર્ટફોનમાં ચાઇનીઝ એપ્લિકેશનો કઇ રીતે બેન થશે?

 740 Total Views

કેન્દ્ર સરકાર દ્વારા ચીન સાથે ચાલી રહેલા વિવાદોને લઇ તેની ૧૧૮ જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં યુવાનોમાં પ્રચલિત અને સૌથી વધારે ડાઉનલોડ થયેલી ગેમ પબજીનો પણ સમાવેશ કરાયો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનના સપોર્ટમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર દ્વારા પબજી જેવી જ બીજી ગેમ FAU-G લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્લેયર્સને ભારતીય સૈનિકોના હિરોઇઝમ વિષેનું શિક્ષણ આપવામાં આવશે. તેટલું જ નહીં એપ્લિકેશનથી થનારી આવકના ૨૦ ટકા ભારત કે વિર ફાઉન્ડેશનમાં ડોનેટ કરવામાં આવશે. જે ભારતના વીર શહીદોના પરિવારજનોને મદદરૂપ થવામાં ઉપયોગી થઈ રહેશે.

ઇન્સ્ટાગ્રામ હેન્ડલર પરથી અક્ષય કુમારે આ બાબતે જાહેરાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, FAU-G (ફીયરલેસ એન્ડ યુનાઇટેડ ગાર્ડસ) હાલ તૈયાર થઇ રહી છે. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને સમર્થનમાં લોન્ચ કરવામાં આવશે. આ ગેમ યુવાનોને એન્ટટેઇનમેન્ટ સાથે ભારતીય સૈનિકોના બલીદાન વિષે પણ જાણકારી આપી જાગ્રત કરવામાં આવશે. તેટલું જ નહીં આ ગેમના માધ્યમથી થતી આવકના ૨૦ ટકા #BharatKeVeer ટ્રસ્ટમાં ડોનેટ કરાશે.

એક અહેવાલ અનુસાર FAU-G ઓક્ટોબરના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવનાર છે. જે ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા થતાં એન્કાઉન્ટર પર આધારીત હશે. ગેમનું પહેલું લેવલ લદ્દાખના ગાલવાન વિસ્તાર પર આધારિત રાખવામાં આવ્યું છે. જેમાં પ્લેયર્સે ચાઇનીઝ આર્મીનો સામનો કરવાનો હશે. તાજેતરમાં ગાલવાન ખાતે ઘૂસી આવેલાં ચાઈનીઝ સૈનિકો પર હાવી થયેલા ભારતીય સૈનિકોના માનમાં ગેમનું પહેલું લેવલ સમર્પિત કરવામાં આવ્યું છે.

PM મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કરેલી એપ્લિકેશન ટોપ ૧૦માં પહોંચી

PM નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતમાં રવિવારે કેટલીક સ્થાનિક મોબાઓલ એપ્લીકેશનની વાત કરી હતી. જે એપ્લિકેશન જ પ્લે સ્ટોર પર ટોપ ૧૦માં આવી ગઇ છે. પ્લે સ્ટોર પર સોશિયલ કેટેગરીમાં ટોપ ટ્રેંન્ડિંગમાં સ્નેપચેટ, શેયરચેટ, મોજ, રોપોસો અને ચિંગારી જેવી એપ્લિકેશનનો સમાવેશ થાય છે. તેટલું જ નહીં એજ્યુકેશન કેટેગરીમાં છઁ સરકાર સેવા, દૃષ્ટિ, સારાડાટા, વુટકિડ્સ, પંજાબ એજ્યુકેર, ડાઉટનટ, કુતુકી કિડ્સનો સમાવેશ થાય છે. તે ઉપરાંત હેલ્થ અને ફિટનેસ કેટેગરીમાં આરોગ્ય સેતું સૌથી ટોપ છે. જેના પછી સ્ટેપજીપી, હોમ વર્કઆઉટ, લોસ વેઇટ, ઇન્ક્રિઝ હાઇ વર્કઆઉટ, સીક્સ પેક જેવી એપ્લિકેશનનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં ચાર સ્વદેશી એપ્લિકેશનની વાત કરી હતી તેમજ તે કેવી રીતે કામ કરે છે તે પણ જણાવ્યું હતું.

આપના સ્માર્ટફોનમાં ચાઇનીઝ એપ્લિકેશનો કઇ રીતે બેન થશે ?

ચીનની ૧૧૮ પ્રતિબંધ એપ્લિકેશનમાં અનેક પોપ્યુલર ગેમિંગ અને ક્લીનિંગ તેમજ ફોન બુસ્ટર એપ્લિકેશનનો સમાવેશ કરાયો છે. ચીનની એપ્લિકેશનને બ્લોક કરવા માટે આઇએસપીને આદેશ અપાયા છે. જે માટે ટુંક સમયમાં જ તેમને નોટિફિકેશન મોકલી દેવાશે. એપ્લિકેશનના યૂઝર્સને ટૂંક સમયમાં એક મેસેજ દેખાશે. જેમાં કહેવામાં આવશે કે, સરકારના અનુરોધ બાદ એપ્લિકેશનના એક્સેસ પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે એપ્લિકેશનને ક્લીક કરતાં નેટવર્ક એરર જેવા મેસેજ જોવા મળશે. ભવિષ્યમાં આ તમામ એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટોર તેમજ એપલ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયએ જણાવ્યું હતું કે, ઇર્ન્ફોમેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૯એ અને ઇર્ન્ફોમેશન ટેકનોલોજી રૂલ્સ, ૨૦૦૯ હેઠળ સરકારને વિદેશની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર મળે છે.

Leave a Reply

Your email address will not be published.