India

ભારત સામે દાદાગીરી કરવી ચીનને મોંઘી પડશે, જબરદસ્ત ઝાટકો આપવાની તૈયારીઓ શરૂ

 444 Total Views

ચીનની વિરુદ્ધ ભારત અનેક સખ્ત આર્થિક નિર્ણયો લઇ શકે છે. ચીની પ્રોજેક્ટ્સને લઇને પણ ભારત સખ્ત થશે. એ પ્રોજેક્ટ્સને રદ્દ કરવામાં આવી શકે છે જેમાં ચીની કંપનીઓનાં કરાર કરવામાં આવ્યા છે. આમાં મેરઠ રૈપિડ રેલનો પ્રોજેક્ટ પણ સામેલ છે, જેની બીડ ચીની કંપનીએ મેળવી છે.

દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટથી ચીની કંપનીએ હાથ ધોવા પડશે

કહેવામાં આવી રહ્યું છે કે ચીન સાથેનાં સરહદ વિવાદ બાદ ભારત સરકારે એ પ્રોજેક્ટ્સની સમીક્ષા શરૂ કરી દીધી છે, જે ચીની કંપનીઓને આપવામાં આવ્યા છે. આમાં દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટ પણ છે. સરકાર તરફથી બીડને કેન્સલ કરવા માટે તમામ કાયદાકીય પાસાઓને જોવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બીડને સરકાર રદ્દ કરી શકે છે.

82.15 કિલોમીટર લાંબો આરઆરટીએસ

દિલ્હી-મેરઠની વચ્ચે સેમી હાઈ સ્પીડ રેલ કૉરિડોર બનવાનો છે. આ પ્રોજેક્ટથી દિલ્હી, ગાઝિયાબાદ થઇને મેરઠથી જોડાશે. 82.15 કિલોમીટર લાંબા આરઆરટીએસમાં 68.03 કિલોમીટરનો ભાગ એલિવેટેડ અને 14.12 કિલોમીટર અંડરગ્રાઉન્ડ હશે. આ પ્રોજેક્ટથી મુખ્ય રીતે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ જનારાઓને ઘણો જ ફાયદો થશે.

એસટીઈસી 1126 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી

દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટનાં અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચ બનાવવા માટે સૌથી ઓછી રકમની બોલી એક ચીની કંપની શંઘાઈ ટનલ એન્જીનિયરિંગ લિમિટેડ (STEC)એ લગાવી છે. એસટીઈસી 1126 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ચીની કંપનીને સ્ટ્રેચનું કામ આપવાનો વિપક્ષ સહિત સ્વદેશી જાગરણ મંચ વિરોધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.