India

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 7745 નવા કેસ સામે આવ્યા છે.

 493 Total Views

વધતો શિયાળો (Winter) અને તહેવારી સીઝનમાં દિલ્હી (Delhi)માં કોરોના (Corona)ના કેસ સતત વધતા જઇ રહ્યા છે. કોરોનાના કેસમાં દિલ્હીમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 7745 નવા કોરોના કેસ સામે આવ્યા અને એક દિવસમાં આ સૌથી વધુ નોંધાયેલ પોઝિટિવ કેસ (Positive Case)ની સંખ્યા છે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગની તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાના મતે દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસથી દરરોજ 6 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. પરંતુ રવિવારના રોજ દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી સંક્રમણના રેકોર્ડ 7745 નવા કેસ નોંધાયા છે. આ દરમ્યાન 77 દર્દીઓના મોત થયા છે. જો કે છેલ્લાં 24 કલાકમાં 6069 દર્દી સાજા પણ થયા છે.

દિલ્હીમાં સંક્રમણ દર એટલે કે પોઝિટિવિટી રેટ 15 ટકાને પાર ગયો છે. આ જ રીતે એક્ટિવ કેસની સંખ્યા અંદાજે 42 હજાર સુધી પહોંચી ગઇ છે અને અત્યાર સુધી સૌથી વધુ છે. હવે અહીં કુલ 41857 એક્ટિવ દર્દી થઇ ગયા છે. જો કે દિલ્હીમાં રિકવરી રેટ 88.86 ટકા થઇ ગયો છે તો એક્ટિવ દર્દીઓની સંખ્યા 9.54 ટકા સુધી પહોંચી ગઇ છે જ્યારે ડેથ રેટ 1.59 ટકા છે. છેલ્લાં 24 કલાકમાં પોઝિટિવિટી રેટ વધીને 15.26 ટકા થઇ ગયો છે.

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 7745 નવા કેસ સામે આવ્યા છે આથી કુલ કેસની સંખ્યા વધીને 438529 સુધી પહોંચી ગઇ છે. આ દરમ્યાન 6069 દર્દી સાજા પણ થયા. અત્યાર સુધી કુલ 389683 દર્દી સાજા થઇ ચૂકય છે. છેલ્લાં 24 કલાકમાં 77 દર્દીના મોત થયા છે આથી અત્યાર સુધીમાં કુલ 6989 લોકોના મોત થઇ ગયા છે.

છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 50754 ટેસ્ટ કરાવ્યા, જેથી કરીને અત્યાર સુધીમાં કુલ 50,99,774 ટેસ્ટ કરાવી ચૂકયા છે.

આની પહેલાં શનિવારના રોજ દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી સંક્રમણના 6953 નવા કેસ સામે આવ્યા હતા. આ સમયગાળામાં 79 લોકોના કોરોનાના લીધે મોત પણ થયા.

Leave a Reply

Your email address will not be published.