Business

હરીફ બજારોની સરખામણીમાં ભારતીય બજારનો દેખાવ ચઢિયાતો જોવા મળ્યું છે.

 826 Total Views

ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી ઊભા થયેલા કોવિડ સંક્રમણના બીજા રાઉન્ડના ગભરાટ બાદ વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર વેચવાલી જોવા મળી છે. જોકે હરીફ બજારોની સરખામણીમાં ભારતીય બજારનો દેખાવ ચઢિયાતો જોવા મળ્યું છે. એટલે કે યુરોપ અને એશિયન બજારોમાં ૩ ટકાથી લઈને ૮ ટકા સુધીના ઘટાડાની સરખામણીમાં સ્થાનિક બજારે માત્ર ૧.૦૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. વિદેશી રોકાણકારો તરફ્થી મોટી વેચવાલીના અભાવ અને સ્થાનિક ફ્ંડ્સના સપોર્ટને કારણે ભારતીય બજારે કોવિડના પ્રથમ રાઉન્ડ જેવી તીવ્ર પ્રતિક્રિયા નથી દર્શાવી એમ એનાલિસ્ટ્સનું માનવું છે. સ્થાનિક કંપનીઓએ ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષાથી સારાં પરિણામો દર્શાવવાને કારણે પણ બજારને સપોર્ટ મળ્યો છે.

લગભગ ૨૨ ઓક્ટોબરથી યુરોપ ખાતે કોવિડના બીજા રાઉન્ડના અહેવાલો રજૂ થયા હતા. તેમજ ત્યાં આંશિક લોકડાઉનની શક્યતા ઊભી થઈ હતી. જેની પાછળ વૈશ્વિક બજારોમાં પાંચેક મહિના લાંબા સુધારાના દોર બાદ ફ્રી ગભરાટ જોવા મળ્યો હતો. યુરોપનાં બજારોમાં અંતિમ કેટલાંક સત્રોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. જેમાં જર્મનીનું માર્કેટ અગ્રણી હતું. માર્ચ મહિના બાદ તીવ્ર સુધારો દર્શાવનાર જર્મન બેન્ચમાર્ક ડેક્સ અંતિમ સાત ટ્રેડિંગ સત્રોમાં ૭.૯ ટકા સાથે વિશ્વના અગ્રણી બેન્ચમાર્ક્સમાં સૌથી ખરાબ દેખાવકાર રહ્યો છે. ફ્રાન્સનો કેક પણ ૫.૭૭ ટકા સાથે બીજો સૌથી પ્રતિકૂળ દેખાવ દર્શાવે છે. યુરોપની અસર એશિયાઈ બજારો પણ જોવા મળી હતી અને સિંગાપુરનો સ્ટ્રેઈટ ટાઇમ્સ ગણતરીના દિવસોમાં ૪.૧૪ ટકા ગગડયો હતો. આ ઉપરાંત સાઉથ કોરિયાનો કોસ્પી ૩.૭૩ ટકા અને હેંગ સેંગ પણ ૨.૭૪ ટકા ઘસાયા હતા. જાપાન, ચીન, તાઈવાન સહિતનાં બજારો ૨-૪ ટકા ઘસાયાં છે. જ્યારે માત્ર ભારતીય બજાર જ એક ટકો ઘટાડો દર્શાવી રહ્યો છે.

બજાર નિરીક્ષકોના મતે ભારતીય બજારના આઉટપર્ફેર્મન્સ પાછળ મુખ્ય બે કારણો રહેલાં છે. એક તો સ્થાનિક બજારમાં માર્ચ મહિનામાં કોવિડના પ્રથમ રાઉન્ડ વખતે જોવા મળેલી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની તીવ્ર વેચવાલી હાલમાં જોવા મળી રહી નથી. જ્યારે બીજા ક્વાર્ટરનાં પરિણામો ઘણા ખરાં અપેક્ષાથી સારાં જોવા મળ્યાં છે. આમ રોકાણકારોમાં પ્રોફ્ટિ બુકિંગનો માહોલ નથી. એક અન્ય કારણ દેશમાં છ મહિના બાદ કોવિડ કેસિસની સંખ્યામાં જોવા મળતો નોંધપાત્ર ઘટાડો છે. આમ યુરોપ અને યુએસ ખાતે સંક્રમણ વધી રહ્યું છે તેમ છતાં સ્થાનિક સ્તરે તેની કોઈ અસર જોવા મળે તેવી શક્યતા નથી. સરકાર પણ આર્થિક રિકવરીને મહત્ત્વ આપી રહી છે અને તેથી દેશમાં નવેસરથી લોકડાઉનની સંભાવના નથી. જેણે ભારતીય બજારને અન્ય હરીફ બજારોની સરખામણીમાં વેચવાલીમાંથી ઘણે અંશે મુક્ત રાખ્યું છે.

વૈશ્વિક બેન્ચમાર્ક્સ સાપ્તાહિક ઘટાડો

ડેક્સ (જર્મની) -૭.૯ %

કેક (ફ્રાન્સ) -૫.૭૭ %

સ્ટ્રેઈટ ટાઇમ્સ (સિંગાપુર) -૪.૧૪ %

ફૂટ્સી (યૂકે) -૩.૯૮ %

કોસ્પી (સાઉથ કોરિયા) -૩.૭૩ %

નાસ્ડેક (યુએસ) -૨.૭૮ %

હેંગ સેંગ (હોંગ કોંગ) -૨.૭૪ %

શાંઘાઈ કંપોઝિટ (ચીન) -૨.૬૬ %

નિફ્ટી -૧.૦૭ %

Leave a Reply

Your email address will not be published.