862 Total Views
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તો મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી જ રહી છે. પણ આજે રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કાળા ડિબાંગ વાદળો બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ઘનઘોર વાદળો બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તો ગાંધીનગરમાં પણ અંધારપટ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં આજે બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. જે બાદ લોકોને ધોધમાર વરસાદની આશા હતી. પણ પવન વરસાદની મજા ન બગાડે તે માટે લોકો પ્રાથના પણ કરી રહ્યા હતા. પણ આ વચ્ચે જ મેઘરાજાની સવારીએ અમદાવાદને ભીંજવી દીધું હતું. અમદાવાદના વેજલપુર, જીવરાજપાર્ક, શિવરંજની, શ્યામલ, પાલડી, વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોડકદેવ, નારોલ, ઈસનપુર, વટવા, ઘોડાસર, જશોદાનગર, રામોલ, CTM, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, રખિયાલ, સરસપુર, ગોમતીપુર, બોપલ સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.