Business

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો

 1,236 Total Views

વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૪૪૩૦૧ સોદામાં રૂ. ૯૭૫૯.૩૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૭ અને ચાંદી કિલોદીઠ રૂ.૪૪૨ વધ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ, મેન્થા તેલ અને રબરમાં નરમાઈ સામે કપાસ અને કોટનમાં સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૨૨૮૮ સોદાઓમાં રૂ. ૫૩૬૭.૪૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૧૫૫ ખૂલી, ઊપરમાં રૂ. ૪૯૨૯૮ અને નીચામાં રૂ. ૪૮૯૨૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૭ વધીને રૂ. ૪૯૨૪૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૯૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૯૩૭૮ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૦ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૮૬૫ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૮ વધીને બંધમાં રૂ. ૪૯૨૩૯ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૬૮૯૬ ખૂલી, ઊપરમાં રૂ. ૬૭૨૧૪ અને નીચામાં રૂ. ૬૬૪૪૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૪૨ વધીને રૂ. ૬૭૦૮૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૪૧૧ વધીને રૂ. ૬૭૦૩૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ. ૪૦૨ વધીને રૂ. ૬૭૦૧૪ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૪૯૭૫ સોદાઓમાં રૂ. ૧૩૮૦.૯૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૩૮૨૨ ખૂલી, ઊપરમાં રૂ. ૩૮૬૯ અને નીચામાં રૂ. ૩૮૧૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૯ વધીને રૂ. ૩૮૬૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૫૧૨ સોદાઓમાં કુલ રૂ. ૩૨૨.૮૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ. ૨૧૧૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૧૧૬૦ અને નીચામાં રૂ. ૨૧૧૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૦ વધીને રૂ. ૨૧૧૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.