1,596 Total Views
મોરવા હડફ ના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ નું નિધન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ લાંબા સમયથી બિમાર હતા, જેથી અમદાવાદ હોસ્પિટલ માં સારવાર માટે લઈ જતી વખતે તેમનું નિધન થયું છે. મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ગત ચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ જાતિ પ્રમાણપત્ર વિવાદ (Caste Certificate Controversy)માં તેમનું ધારાસભ્ય પદ રદ થયું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે મોરવા હડફના કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થયું હોવાના અહેવાલ મળતા કોંગ્રેસ નેતાઓમાં શોકનો માહોલ ઉભો થયો છે. મોરવા હડફના પૂર્વ MLA ભૂપેન્દ્ર ખાંટ લાંબી માંદગી બાદ નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જેઓને અમદાવાદ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જતા રસ્તામાં નિધન થયું છે.
કોંગ્રેસના બાહુબલી નેતા અને ગત સાસંદ ઉમેદવાર વેચાતભાઈ ખાંટના ભુપેન્દ્ર ખાંટ તેમના પુત્ર છે. ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે મોરવા હડફ વિધાનસભા બેઠક જીત્યા હતા. પરંતુ જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા અને કોર્ટ હુકમ કરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.
જાતિના પ્રમાણપત્રને લઇને ભૂપેન્દ્ર ખાંટ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી હતી. જેના અનુસંધાને ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.