Astrology

ભૂલથી પણ ના કરશો આ વસ્તુઓનું દાન નહીં તો કંગાળ થઇ જશો

 821 Total Views

હિન્દુ ધર્મમાં દાન કરવું ખૂબ પુણ્યદાયી કામ મનાય છે. દાન-પુણ્ય કરવાથી માત્ર ઇશ્વરના આશીર્વાદ જ પ્રાપ્ત થતા નથી પરંતુ ઘરમાં સુખ શાંતિ અને બરકત પણ થાય છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી માનવ જીવન માટે સૌથી મોટું કામ છે. પરંતુ કયારેય તમે વિચાર્યું છે કે કયારેક-કયારેક દાન તમને મુસબીતમાં મૂકી શકે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે પુણ્યની જગ્યા એ પાપ કરી શકો છો. આવી વસ્તુઓ દાન કરવાથી લક્ષ્મીજી રિસાઇ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. આવો જાણીએ શાસ્ત્રોમાં કંઇ વસ્તુઓનું દાન કરવાની મનાઇ છે.

શાસ્ત્રોમાં માનનવામાં આવ્યું છે કે આ વસ્તુઓનું દાન કરવું તે અશુભ છે. સાવરણીનું દાન કયારેય ના કરવું. કેમ કે ઝાડુમાં લક્ષ્મીજીનો વાસ મનાય છે. એટલા માટે ઝાડુનું દાન કરવું નહીં.

પહેરેલા કપડાં : હિન્દુ ધર્મમાં કપડાંનું દાન કરવું એ શુભ માનવામાં આવ્યું છે, પણ તમે કોઈ તમારા જૂના કપડાં બ્રાહ્મણ ને દાન ના કરશો, કારણ કે માનવામાં આવે છે કે બ્રાહ્મણ ને જૂના કપડાં નું દાન કરવાથી આપના પર પાપ વધે છે, એટલા માટે નવા વસ્ત્રોનું દાન કરો.

વાસણોનું દાન : પોતાના ઘરમાં રહેલા વાસણોનું કોઈ દિવસ દાન ના કરો કારણ કે શાસ્ત્રો અનુસાર માનવામાં આવ્યું છે કે વાસણનું દાન કરવાથી માણસના જીવનમાં અનાજની કમી થાય છે અને જીવનમાં કેટલાક દુઃખ આવે છે.

એંઠું અથવા ખરાબ ભોજનનું દાન : કહેવામાં આવે છે કે ભોજન અથવા અનાજનું દાન કરવામાં આવે તો શુભ માનવામાં આવેછે અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ જો તમે ભૂલથી પણ એંઠા કે ખરાબ ભોજનનું દાન કરો તો તે તમારા માટે વિનાશકારી સાબિત થાય છે.

વાપરવામાં આવેલું તેલનું દાન : તેલનું દાન કરવાથી ગ્રહ શાંત થાય છે, એટલે કહેવાય છે કે જ્યારે તમારા પર ગ્રહ ની અશાંતિ હોય ત્યારે તમારે સરસવના તેલનું દાન કરવું. પરંતુ ભૂલથી પણ વપરાશ કરેલા તેલનું દાન ના કરશો. કારણ કે માનવામાં આવે છે કે ઉપયોગ કરેલા તેલનું તમે દાન કરો તો શનીનો પ્રકોપ ઓછો થવાની જગ્યા એ વધે છે અને જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાની જગ્યા એ વધી જાય છે.

ધારદાર વસ્તુઓનું દાન ના કરો : ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, દાંતરડું વગેરેનું દાન ના કરો. કારણ કે માનવામાં આવે છે ધારદાર વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે અને ઝઘડા થાય છે. આથી ધારદાર વસ્તુઓનું દાન કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published.