India

સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે આજે લોકસભામાં ચીનની પોલ ખોલી નાખી હતી. સિંહે સદનમાં ચીની સૈન્યની તમામ ગતિવિધિઓ વિષે જાણકારી આપી હતી…..

 679 Total Views

સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે આજે લોકસભામાં ચીનની પોલ ખોલી નાખી હતી. સિંહે સદનમાં ચીની સૈન્યની તમામ ગતિવિધિઓ વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હ્તુ કે કઈ રીતે ચીની સૈનિકોએ યથાસ્થિતિ બદલવાનો એક તરફના પ્રયાસ કર્યા. તેમણે ભારતીય સેનાના શૌર્યના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું કે, આપણે આપણી સરહદની સુરક્ષા કરવામાં સફળ રહ્યાં છીએ. સૈન્યની તૈયારીઓને લઈને પણ તેમણે માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, આ તણાવયુક્ત વાતાવરણમાં આપણા બહાદુર જવાનોને જ્યાં લાગ્યું કે જ્યાં સંયમની જરૂર છે ત્યાં સંયમ વરત્યો અને જ્યાં લાગ્યું કે, શૌર્યની જરૂર છે ત્યાં શૌર્ય બતાવ્યું.

સંસદમાં ચીન સરહદે ઉભા થયેલા વિવાદને લઈને રાજનાથ સિંહે જવાબ આપ્યો હતો. અહીં તેમને ચીનને સ્પષ્ટ સંદેશ આપતા દુનિયાને ઈશારો કર્યો હતો કે, ભારતની સેના કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા સક્ષમ છે. તેમને સૈન્યને લઈને દેશને પણ ભરોસો આપ્યો છે. રાજનાથે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ગલવાનમાં સેનાએ ચીનને ધૂળ ચટાડી છે. એલએસી પર ચીને શસ્ત્રો અને સૈનિકોનો જમાવડો કર્યો છે પણ આપણી સેના કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.

રાજનાથ સિંહે કહ્યું હતું કે, વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાનને એમ પણ કહ્યું હતું કે જો કરારો પર સહમતી થઈ જાય તો શાંતિ પૂર્વવત થઈ શકે છે. હું ગૃહને પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. અમારા સૈનિકોનો ઉત્સાહ અને હિંમત પ્રબળ છે. વડા પ્રધાન સૈનિકોની વચ્ચે ગયા પછી, સંદેશ ગયો છે કે ભારતના તમામ લોકો તેમની સાથે ઉભા છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે લદ્દાખમાં આપણે એક પડકારમાંથી પસાર થઈ રહ્યા છીએ અને અમારે એક ઠરાવ પસાર કરવો જોઈએ કે આખું ગૃહ સૈનિકો સાથે ઉભું છે.

જવાનોની તમામ જરૂરીયાતો પુરી કરી લેવાઈ

રાજનાથ સિંહે કહ્યું હતું કે, સેના માટે વિશેષ અસ્ત્ર્-શસ્ત્ર અને દારૂગોળાની જરૂરી માત્રામાં વ્યવસ્થા કરવામાં આવી છે. સૈન્યની જરૂરીયાત પ્રમાણેની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. લદ્દાખમાં અમે એક એક પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. આ સમય આપણા જવાનોની પડખે ઉભા રહેવાનો છે.

રાજનાથ સિંહે કહ્યું કે હવે સરહદી વિસ્તારોમાં સૈનિકો વધુ સજાગ રહે છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરી શકે છે. ભારત આપણા સરહદી વિસ્તારોમાં વિવાદોને શાંતિપૂર્ણ રીતે હલ કરવા પ્રતિબદ્ધ છે. મેં 4 તારીખે ચીનના સંરક્ષણ પ્રધાન સમક્ષ પરિસ્થિતિ મૂકી. મેં એમ પણ કહ્યું હતું કે અમે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે હલ કરવા માંગીએ છીએ. અમે એ પણ સ્પષ્ટ કર્યું કે અમે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

જવાનોનું જોશ હાઈ- ઈરાદાઓ બુલંદ

રાજનાથ સિંહે કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ પહેલા કરતા સાવ જ અલગ છે. આપણે તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. જ્યારે પણ દેશની સામે કોઈ પડકાર આવે તો આ સદને સેના પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવી છે. આપણી સેનાના જવાનોનું જોશ હાઈ છે અને ઈરાદાઓ બુલંદ.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં લોકસભાના પટલ પરથી LAC પર ચીનની હરકતો અને ભારતની તૈયારીઓને લઈને દેશને માહિતગાર કર્યો હતો. રાજનાથ સિંહે ઘુષણખોરીને લઈને ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી. તેમજ ભારતની તૈયારીઓને લઈને પણ વિગતે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.