787 Total Views
કાનપુર શૂટઆઉટનાં મુખ્ય આરોપી અને ક્રિમિનલ વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા બાદ યૂપી પોલીસ તેમના મદદગારો અને અન્ય આરોપીઓની શોધમાં લાગી ગઈ છે. વિકાસનાં સાગરિતોને શરણ આપવાના આરોપમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસ હવે એ લોકોને દબોચવામાં લાગી ગઈ છે જેમણે એન્કાઉન્ટર પહેલા કાનપુરનાં બિકરૂ ગામથી વિકાસને ભાગવા અને આશરો આપવામાં મદદ કરી હતી. એન્કાઉન્ટર પહેલા ઉજ્જૈનથી કાનપુર લાવવા દરમિયાન વિકાસે પુછપરછમાં અનેક ખુલાસા કર્યા હતા. એસટીએફની પુછપરછમાં સામે આવ્યું કે વિકાસ દુબેએ પોતાની આવાસ યોજનામાં અનેક પોલીસવાળાઓને સસ્તા ભાવોમાં પ્લોટ આપી રાખ્યા હતા.
દારૂનાં વેપારીનાં મધ્ય પ્રદેશમાં રાજકીય સંબંધ
તેણે એ પણ જણાવ્યું કે કેટલાક પોલીસ કર્મચારીઓને દર મહિને રૂપિયા પણ મોકલતો હતો. એસટીએફ આ પોલીસ કર્મચારીઓ વિશે માહિતી ભેગી કરી રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઉજ્જૈનનાં એક દારૂનાં વેપારીની મદદથી વિકાસે ત્યાં કથિત સરેન્ડર કર્યું. આ દારૂનાં વેપારીનાં મધ્ય પ્રદેશમાં ઘણા નજીકનાં રાજકીય સંબંધ છે. દારૂનાં વેપારીનો આ સંપર્ક વિકાસથી પણ જોડાયેલો છે. એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે વિકાસ દુબેને ઉજ્જૈનમાં એક બુલેટ પ્રુફ જેકેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતુ. જો કે અધિકારીઓએ આની પુષ્ટિ નથી કરી.
3 વાર નોઇડાથી દિલ્હી અને ફરીદાબાદ ગયો
પુછપરછમાં એ વાત પણ સામે આવી છે કે તે ત્રણવાર નોઇડા ગયો હતો. વિકાસ દુબે ફરાર હોવા દરમિયાન 3 વાર નોઇડાથી દિલ્હી અને ફરીદાબાદ ગયો, પરંતુ યૂપી પોલીસને આની ગંધ પણ ના આવી, જ્યારે ચારેય બાજુ એલર્ટ હતુ અને ગાડીઓનું પણ ચેકિંગ થઇ રહ્યું હતુ. ઉજ્જૈનથી કાનપુર લાવવા દરમિયાન વિકાસ સાથે થયેલી પુછપરછમાં આ વાત સામે આવી છે કે તે ત્રણવાર નોઇડા ગયો હતો. બે જુલાઈની ઘટના બાદ આખા રાજ્યમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું હતુ. ખાસ કરીને બીજા રાજ્યો સાથેની સરહદ પર વધારે સતર્કતા રાખવાનું કહેવામાં આવ્યું હતુ.
કાનપુર પોલીસ વિકાસને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર નહોતી લાવી
આ દરમિયાન તેની કારનું ક્યાંય પણ ચેકિંગ કરવામાં નહોતુ આવ્યું. 7 જુલાઈનાં તેનો ફરિદાબાદનો વિડીયો વાયરલ થયો તો તેને લાગ્યું કે પકડાઈ જશે તેથી તે નોઇડા ગયો અને એક વકીલ સાથે મુલાકાત કરી. વકીલે તેને કૉર્ટમાં સરેન્ડરની એપ્લિકેશન લગાવવા માટે 50 હજાર રૂપિયા માંગ્યા. તેની પાસે કેશ નહોતા તેથી તેણે પોતાના ઓળખીતાને ઑનલાઇન ચુકવણી કરવાનું કહ્યું. ત્યારબાદ તે ફરી નોઇડાથી ફરીદાબાદ આવી ગયો. ત્યારબાદ તેનો નોઇડાનો વિડીયો પણ વાયરલ થયો, પરંતુ પોલીસ તેને પકડી શકી નહીં. બીજી તરફ યૂપી એસટીએફ અને કાનપુર પોલીસ વિકાસને ઉજ્જૈનથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર નહોતી લાવી. ઉજ્જૈન પોલીસે વિકાસની ધરપકડ નહોતી બતાવી. આ કારણે તેને કૉર્ટમાં ના રજૂ કરવામાં આવ્યો.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઉચ્ચ સ્તરે વાત થયા બાદ નક્કી થયું હતુ કે ઉજ્જૈન પોલીસ દ્વારા વિકાસની ધરપકડ નહીં દર્શાવવામાં આવે. જો કે આ પહેલા એમપીનાં સીએમ અને ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં વિકાસની ધરપકડ માટે ઉજ્જૈન પોલીસને અભિનંદન આપ્યા હતા