1,640 Total Views
અમદાવાદ BRTS બસ (Ahmedabad BRTS Bus)માં મુસાફરી કરનારાઓ માટે આ અહેવાલ મહત્વપૂર્ણ બનીશકેચ. અમદાવાદ BRTS બસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ BRTS બસ હવે સવારે 7થી સાંજના 9 વાગ્યા સુધી દોડતી જોવા મળશે. કોરોનાને લઈ 50% મુસાફરો સાથે બસ રસ્તા પર દોડતી જોવા મળશે. તમને જણાવીએ કે શહેરમાં કર્ફ્યુને ધ્યાનમાં રાખી સવારે 7 થી સાંજે 7 સુધી BRTS બસ દોડાવાતી હતી. પરંતુ આજથી સવારના 7થી સાંજના 9 વાગ્યા સુધી BRTS બસમાં મુસાફરી કરી શકશો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTSના સમયમાં ફેરફાર કરાયો છે અને મુસાફરોને સેવા સવારે 7થી રાતના 9 વાગે મળે તેવી અમદાવાદ જનમાર્ગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પર કાબૂ આવતાં લોકોને મુસાફરીમાં સરળતા રહે તે માટે શહેરી મુસાફરો માટે BRTS બસના સમયમાં ફેરફાર કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને પગલે ગઈ 50 કેપેસિટી સાથે 1 જૂનથી સવારે 7 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. હવે મુસાફરોની સગવડતા માટે થઈને બે કલાકનો સમય વધારવામાં આવ્યો છે અને શનિવાર (આજ)થી સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી શહેરીજનો BRTS બસમાં મુસાફરી કરી શકશે.