612 Total Views
પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રી વેઈ ફેંગેએ ભારત સાથે બેઠક માટે વિનંતી કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીનના રક્ષામંત્રી વેઈ ફેંગેએ શુક્રવારે પોતાના સમકક્ષ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક માટે સમય માંગ્યો છે. જો કે, હજી સુધી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
રાજનાથ સિંહ અને વેઇ ફેંગે બંને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠક માટે મોસ્કોમાં છે. રાજનાથને મળવાની ચીનની વિનંતિ એવા સમયે આવી છે જ્યારે ભારતીય અને ચીની સૈનિકો પૂર્વી લદ્દાખમાં એક્ચુઅલ કંટ્રોલ (LAC)ની બાજુમાં લશ્કરી અડચણમાં રોકાયેલા છે.
રાજનાથ સિંહે રશિયન રક્ષામંત્રી સાથે બેઠક કરી
રશિયાની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા રાજનાથસિંહે ગુરુવારે રશિયન રક્ષામંત્રી જનરલ સેરગેઈ શોયગુ સાથે પ્રતિનિધિ મંડળની બેઠક યોજી હતી. સિંહે રશિયા પર દબાણ કર્યું હતું કે અગાઉના કરારો હેઠળ ભારતને અનેક શસ્ત્રો સિસ્ટમ્સ, દારૂગોળો અને સ્પેરપાર્ટ્સની સપ્લાયમાં વેગ આવે. રાજનાથસિંહે ટ્વીટ કર્યું હતું કે શોયગૂની સાથે તેમની વાતચીત શાનદાર રહી. તેમણે એક ટ્વિટમાં કહ્યું, ‘આજે મોસ્કોમાં રશિયાના રક્ષામંત્રી જનરલ સેર્ગેઈ શોયગુ સાથેની મુલાકાત શાનદાર રહી. અમે ઘણા મુદ્દાઓ પર વાત કરી ખાસ કરીને બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સહકાર કેવી રીતે વધુ મેળવી શકાય.
ભારતમાં એકે-203 રાઇફલ બનાવવાના મોટા કરારને આખરી ઓપ અપાયું
શરૂઆતમાં ભારત અને રશિયાએ ભારતમાં અત્યાધુનિક એકે-203 રાઇફલ્સ બનાવવા માટેના મોટા કરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહની અહીં મુલાકાત દરમ્યાન ભારત અને રશિયાએ અત્યાધુનિક એકે-203 રાઇફલ ભારતમાં બનાવા માટે એક મોટો કરારને આખરી ઓપ અપાયો છે.
સત્તાવાર રશિયન મીડિયાએ ગુરુવારે આ માહિતી આપી હતી. એકે -203 રાઇફલ, એ કે-47 રાઇફલનું નવીનતમ અને અદ્યતન ફોર્મેટ છે. આ ‘ઇન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ’ (INSAS) 5.56×45 મીમી રાઇફલની જગ્યા લેશે. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી ‘સ્પુતનિક’ના જણાવ્યા અનુસાર ભારતીય સેનાને લગભગ 7,70,000 એકે-203 રાઇફલ્સની જરૂર છે, જેમાંથી 100,000ની આયાત કરવામાં આવશે અને બાકીનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બંને પક્ષોએ એકે 203 રાઇફલના ઉત્પાદન માટે ભારત-રશિયા સંયુક્ત સાહસની ભારતમાં સ્થાપનાને લઇ અંતિમ તબક્કાની ચર્ચાનું સ્વાગત કર્યું છે.
રાજનાથે મોસ્કોમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
ગુરુવારે રાજનાથસિંહે મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. રાજનાથ સિંહ બુધવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા ત્રણ દિવસીય મુલાકાત પર અહીં પહોંચ્યા છે. લગભગ બે મહિનામાં તેમની રશિયાની આ બીજી મુલાકાત છે.
રક્ષામંત્રીએ ટ્વિટ કર્યું હતું કે મોસ્કોમાં ભારતીય દૂતાવાસ ખાતે બાપુની પ્રતિમા પર પુષ્પો ચઢાવ્યા. હું મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપું છું. સિંહ સાથે રશિયામાં ભારતના રાજદૂત ડીબી વેંકટેશ વર્મા પણ હતા. આ સમય દરમ્યાન સિંહે માસ્ક પહેરેલું હતું અને તેમણે ગાંધીજીની પ્રતિમા સામે શીશ ઝૂકાવ્યું હતું.