815 Total Views
કોરોના મહામારી વચ્ચે ગુજરાતનું સૌથી મોટું હોટસ્પોટ અમદાવાદમાં વધુ 15 વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. Amcએ ફરી એકવાર શહેરના માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોની યાદીમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં 40 પૈકી જુના 9 વિસ્તાર રદ્દ કરી નવા 15 વિસ્તાર ઉમેરવામાં આવ્યા છે. Amcએ કેન્સલ કરેલા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો સમાવેશ કરાયો છે, જ્યારે નવા ઉમેરાયેલા વિસ્તારમાં પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનના કેટલાક વિસ્તારનો સમાવેશ કરાયો છે.
અમદાવાદમાં એએમસી દ્વારા વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જેમાં મણિનગરનું મુક્તજીવન સ્વામી. મંદિર, નારોલમાં આકૃતિ ટાઉનશીપ, નિકોલની કર્ણાવતી પાર્ક સોસાયટી, વસ્ત્રાલમાં લવ – કુશા હાઈટ્સ, રામોલમાં જયમિત્ર સોસાયટી, અર્બુદાનગરમાં તુલસીપાર્ક સોસાયટી, વાસણામાં શૈફાલી એપાર્ટમેન્ટ, વેજલપુરમાં આઝમ સોસાયટીનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 9 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.ગઈકાલે (બુધવારે) અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં એકસાથે 11 સાધુઓને કોરોના પોઝિટીવ આવતા AMC દ્વારા મણીનગરનું મુક્તજીવન સ્વામીનારાયણ મંદિર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકવામાં આવ્યું છે. બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે એએમસીની બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેટલાક નિર્ણયો લેવાયા હતા.
તો બીજી તરફ, 15 નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો પણ જાહેર કરાયા છે. કોરોનાના લક્ષણો આ વિસ્તારમાં ધ્યાને આવતા આ કામગીરી કરાઈ છે.