અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તાર પાસે રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુ ફાયરિંગ ઘટના બની હતી. પૈસાની લેતીદેતી મામલે નીતુ દે સોનિયા દે એ રાજુ નામના એક યુવક પર હવા માં ફાયરિંગ કરી ને ડરવાનો પ્રયાસ કર્યો હતો. જે વ્યક્તિ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે વ્યક્તિએ પોલીસને જાણ કરતાં ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.
જ્યારે રાજુ નામનો વ્યક્તિ દિલ્હી દરવાજા પાસે પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે નીતુ દે સોનિયા દે આવીને હવામાં ફાયરિંગ કરી ત્યાંથી નાસી છુટી હતી. જે વ્યક્તિ ફાયરિંગ કરવામાં આવી તે વ્યક્તિએ પોલીસને જાણ કરી પોલીસ દ્વારા તેની અટકાયત કરીને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નમસ્તે સર્કલ થી દિલ્હી દરવાજા તરફ એક એક્ટિવા પર બે લોકોએ આવીને એરગન દ્વારા હવામાં ફાયરિંગ કર્યું હતું. કંટ્રોલ માંથી મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કંટ્રોલના સીસીટીવી ચેક કરતા તેમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું ધ્યાને આવ્યું. ગણતરીની મિનિટોમાં જ નીતુ દે સોનિયા દે નામની કિન્નર આરોપીની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
1,177 Total Views જીએમડીસી ગ્રાઉંડ પર વેક્સિન ઉપરાંત સ્ટાફ સહિતની અન્ય સુવિધાઓ એપોલો હોસ્પિટલ કરશે. કોરોનાના કેસમાં ઘટાડા સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર આજથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ થશે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા અને એપોલો હોસ્પિટલ સંયુક્તપણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ વેક્સિનેશનની કામગીરી કરશે. […]
838 Total Views ઓલપાડ તાલુકાનું છેવાડાનું એક પણ ગામ પાણી સમસ્યા વિનાનું ન રહે તે જ મારો સંકલ્પ-ધારાસભ્ય મુકેશ પટેલ ઓલપાડ : રાજ્ય સરકારની વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો)”નલ સે જલ યોજના” અંતર્ગત ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે રૂ. 24,96,796 ના ખર્ચે તૈયાર થનાર વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે […]