GUJARAT

હત્યા તથા લુંટના 4 ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાઇ ગયો

 811 Total Views

– ભાદરણ-આંકલાવ પોલીસમથકમાં નોંધાયેલ ગુનાનો

– આણંદ ટાઉન પોલીસની સર્વેલન્સ સ્કવોર્ડે નાસતા ફરતા ઇસમને દબોચી લીધો

વલ્લભવિદ્યાનગર, આણંદ : આણંદ જિલ્લાના ભાદરણ-આંકલાવ પોલીસમથકમાં હત્યા વીથ લુંટ, ચોરી તથા અન્ય મિલ્કત સંબંધી ગુનામાં નાસતા ફરતા ઇસમ અંગે આણંદ ટાઉન પીઆઇ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે માહિતી મેળવીને ગતરોજ આરોપીને ઝડપી લઇને બન્ને પોલીસમથકોને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસે ફરાર ઇસમોની શોધખોળ હાથ ધરી છે. ત્યારે આણંદ ટાઉન પીઆઇ વાય. આર. ચૌહાણ તથા સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ આર.સી.નાગોલ, સ્ટાફકર્મીઓ હ્યુમન સોર્સથી ઇસમોની માહિતી મેળવી રહ્યા હતા.

દરમ્યાન પીઆઇ, તથા આ.પો.કો.નાઓને બાતમી મળી હતી કે ભાદરણ-આંકલાવ પોલીસમથકમાં નોંધાયેલા ચાર ગુનામાં સડોવાયેલો અને નાસતો ફરતો ઇસમ ગોપાલ જીલુભાઇ તળપદા રહે. દહેવાણ તા. બોરસદનાને ઝડપી લઇને વધુ તપાસ માટે ભાદરણ-આંકલાવ પોલીસમથકને સોંપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.