Tech

વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે….

 459 Total Views

વોટ્સએપ યુઝર્સ માટે એક મોટી જાણકારી સામે આવી રહી છે. હવે તમે એક જ નંબર પરથી ચાર અલગ-અલગ ડિવાઈઝ પર વોટ્સએપ ચલાવી શકશો. કંપની દ્વારા આ નવું ફીચર તૈયાર કરી લેવામાં આવ્યું છે. અને તેને ટૂંક સમયમાં જ બીટા યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય યુઝર્સ માટે તેને લોન્ચ કરવામાં આવશે.

વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મના બીટા વર્ઝનમાં આ ફીચર આવી જશે. તેનો મતલબ એ થયો કે વોટ્સએપ જે યુઝર્સને બિટા વર્ઝન ઉપલબ્ધ કરાવે છે, તેઓને આ ફીચર યુઝ કરવા માટે મળશે.

કંપની આ સર્વિસ તમામ યુઝર્સ માટે ક્યારે લોન્ચ કરશે તેના અંગે હજુ કોઈ માહિતી સામે આવી રહી નથી. ટ્રેકરે ફીચર અંગે થોડી ડિટેલ શેર કરતાં કહ્યું કે, આ ફીચર વડે યુઝર એક જ સમયે ચાર અલગ-અલગ ડિવાઈઝ પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. તમે મેન ડિવાઈઝ વડે અન્ય ડિવાઈઝ વડે વોટ્સએપને કંટ્રોલ કરી શકો છો.

આ મલ્ટી ડિવાઈઝ સપોર્ટ ફીચર માટે વોટ્સએપ પોતાના ડેસ્કટોપ વર્ઝન માટે એક નવું યુઆઈ પણ તૈયાર કરશે. એપ પર આ સુવિધા લિંક્ડ ડિવાઈઝ હેઠળ ઉપલબ્ધ હશે. તમે અહીં તમારા વોટ્સએપ એકાઉન્ટને એક નવા ડિવાઈઝ સાથે લિંક કરી શકો છો. અને તમે લિંક કરેલ ઉપકરણોનું લિસ્ટ પણ જોઈ શકશો. આ એપ પર વોટ્સએપ વેબડેસ્કટોપ ઈન્ટરફેસની સમાન છે.

Leave a Reply

Your email address will not be published.